બજાર » સમાચાર » આજનો વેપાર

જાણો ક્યાં શેરોમાં રહેશે આજે હલચલ

ના રોજ પ્રકાશિત Mon, 26, 2015 પર 08:58  |  સ્ત્રોત : Moneycontrol.com

શેરો પર દાવ લગાવો સખ્ત ચુનોતી અને જોખમ ભર્યુ કામ છે. આમા આ વાતને લઈને સંશયની સ્થિતી બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ઈરોઝ ઈન્ટરનેશનલ
એનવાયએસઈ પર શુક્રવારે શૅરમાં 17%નો ઘટાડો થયો છે. સ્ટ્રીમિંગ સર્વિસ ઈરોઝ નાવને લઈને ચિંતા વધી છે.

આઈડીબીઆઈ બેંક
સીબીઆઈને આઈડીબીઆઈ બેંકના અધિકારીઓ વિરૂદ્ધ પુરાવા મળ્યા. કિંગફિશરને 950 કરોડ રૂપિયાની લોન આપવાનો મુદ્દો છે.

અરવિંદ
સાન્તેજ પ્લાન્ટમાં કર્મચારીઓની હડતાળ કોઈ પણ શરત વગર પૂરી.

અશોકા બિલ્ડકોન
નેશનલ હાઈવેથી 277 કરોડ રૂપિયાનો ઑર્ડર મળ્યો છે.

મધુકોન પ્રોજેક્ટ્સ
આગ્રા-જયપૂર એક્સપ્રેસવે પ્રોજેક્ટ ક્યૂબ હાઈવૅસને 248 કરોડ રૂપિયામાં વેચશે.

સનટેક રિયલ્ટી
ઋણમાં ડૂબેલી કંપનીઓને 1000 કરોડ રૂપિયામાં ખરીદશે.

બેંક્સ પર ફોકસ
આરબીઆઈએ બેંક્સમાં 100% એફડીઆઈના પ્રસ્તાવને નકાર્યો છે.

કેપિટલ ગુડ્સ સ્ટૉક્સ
સરકારે કેપિટલ ગુડ્સ પૉલિસીનો ડ્રાફ્ટ બહાર પાડ્યો. ડ્રાફ્ટ પર સરકારે ઑક્ટોબર 31 સુધીમાં સલાહ માંગી છે. સ્થાનિક રોજગારી અને એક્સપોર્ટને વધારવા પર ધ્યાન અપાશે.