બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: બજેટ હૉમ - આકૃતિ એલિગન્સ

ના રોજ પ્રકાશિત Sat, 18, 2017 પર 16:05  |  સ્ત્રોત : CNBC-Bajar

બજેટ હોમ્સમાં ફરી નવા ઍપિસોડ સાથે હાજર છુ. આજે આપણે જોઈશું બજેટ હૉમમાં આકૃતિ એલિંગન્સનો પ્રોજેક્ટ. આ વૈષ્ણવ દેવી સર્કલ પાસે છારોડી રોડ નજીકનો પ્રોજેક્ટ છે. હિમાંશુ ગેહલોતનું કહેવુ છે કે કન્સ્ટ્રક્શનની શરૂઆત 1998 થી કરી છે. અમારો બેઝિક ધંધો પહેલા ખેતીનો હતો. 1998 થી અમે AV કન્સ્ટ્રક્શનના નામે શરૂઆત કરી.


ડીસા, પાલનપુર, અંબાજી, થરાદ, પાટણમાં ઘર બનાવ્યા. અમદાવાદમાં નાની ટાઉનશીપ બનાવવાની ઈચ્છા હતી. નારોલની અંદર એફોર્ડેબલ હાઉસિંગ યોજના બનાવી. માત્ર રૂપિયા 5-10 લાખમાં લોકોને ઘર અપાવ્યા. આકૃતિ ટાઉનશીપના નામે અફોર્ડેબલ ઘર બનાવ્યા. લોકોને ઓછી કિંમતે સારા ઘર મળી રહે તે ધ્યેય હતો.

આકૃતિ એલિગન્સના હેડ જીતેન્દ્ર દેસાઈનું કહેવુ છે કે અમારી કંપની એટલે અરોમા રિયલ એસ્ટેટ કંપની હાઉસિંગ ક્ષેત્રે વધારે કામ કરી રહી છે. નાના લોકોને ઘર મળી રહે તેવી અમારી ઈચ્છા છે. ત્યારે અમે 1RK અને 1BHK બનાવ્યા છે. લૉ-રાઇઝ બિલ્ડીંગ ટકાઉ હોય છે. 2BHK-3BHK ફ્લેટ રૂપિયા 30 થી 40 લાખની કિંમત સુધી ઉપલબ્ધ્ધ છે.

આકૃતિ એલિગન્સના આર્કિટેક દેવેશ દેસાઈ 25 વર્ષના અનુભવી આર્કિટેક છે. તેમણે ગુજરાત સહિત નેશનલ અને ઈન્ટરનેશનલ સ્તરે કામ કર્યું છે. નામચીન કોર્પોરેટ્સ સાથે પણ પ્રોજેકટ કર્યા છે. આકૃતિ એલિગન્સમાં યોગ્ય સ્પેસિફિકેશન આપવામાં આવ્યા. 248 ફ્લેટ આકૃતિ એલિગન્સમાં આવેલા છે. 270 કાર પાર્કિંગની સુયોગ્ય વ્યવસ્થા કરેલ છે.


2BHKમાં ડ્રોઈંગ રૂમની સાથે સુંદર બાલ્કની આપી છે. અટેચ્ડ અને કોમન ટૉયલેટની વ્યવસ્થા આપેલ છે. દરેક બિલ્ડીંગ માંથી ગાર્ડન અથવા રોડ-સાઇડ વ્યુહ મળે છે. એસીનું બોક્સ બિલ્ડીંગની સુંદરતા ન બગાડે તે માટે સ્પેશલ બોક્સ બનાવ્યું છે.