નિવૃતિ આયોજન -
બજાર » સમાચાર » નિવૃત્તિ

નિવૃતિ આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 21, 2014 પર 14:58  |  સ્ત્રોત : Moneycontrol.com

નિવૃતિ એટલે ફક્ત બાગકામ અને વાંચન કરવું એમ નથી હોતું, જો તમે આયોજન કર્યુ હોય તો આ જીવનનો શ્રેષ્ઠ તબક્કો છે. તમારા નિવૃતિની યોજનામાટે નીચે મુજબ કેટલીક વિગતો આપેલી છે. 


 – નિવૃતિની યોજના માટે તમને જરૂર છે સમયની


 જલ્દીથી શરૂ કરો. કમ્પાઉન્ડિંગની શક્તિનો અમલ કરો, જેથી એક નાની રકમ પણ વધીને નોંધપાત્ર બની જશે. 


-         વચનબદ્ઘતા (કમિટમેન્ટ) 


નિવૃતિની યોજના માટે શિસ્તતા જરૂરી છે. તમારા ખર્ચ કેટલા પણ હોય તમે નિવૃત થાવ ત્યાં સુધી તમારા લક્ષ્ય માટે નિયમિત ભંડોળ પુરું પાડવું જોઈએ. 


-         ગોઠવણ (એડજસ્ટમેન્ટ) 


તમે નિવૃત થાવ ત્યાં સુધીમાં કિંમતોમાં વધારો થતો રહેશે અને તમારી નિવૃતિ બાદ પણ કિંમતોમાં વૃદ્ધિ થતી રહેશે. ફુગાવાની ગણતરી કરતા રહો કારણ કે તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી એ તમને અસર કરતી રહેશે. તમારી રહેણી કરણી કદાચ બદલાઈ જાય.