બજાર » સમાચાર » ઍશિયન માર્કેટ્સ

એશિયામાં મિશ્ર કારોબાર, એસજીએક્સ નિફ્ટી 0.5% લપસ્યો

ના રોજ પ્રકાશિત Mon, 16, 2018 પર 08:12  |  સ્ત્રોત : CNBC-Bajar

એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 47 અંક એટલે કે 0.25 ટકાના વધારાની સાથે 21826 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જો કે હેંગ સેંગ 185 અંક એટલે કે 0.6 ટકા ઘટીને 30623 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી 61 અંક એટલે કે 0.6 ટકાના ઘટાડાની સાથે 10443 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

કોરિયાઈ બજારના ઈન્ડેક્સ કોસ્પી સપાટ દેખાય રહ્યા છે, જ્યારે સ્ટ્રેટ્સ ટાઇમ્સની ચાલ પણ સુસ્ત જ છે. તાઇવાન ઈન્ડેક્સ 18 અંક એટલે કે 0.15 ટકા ઘટીને 10947 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. શંધાઈ કમ્પોઝિટમાં 0.2 ટકાની નબળાઈ દેખાય રહી છે.


આર્થિક મામલાના જાણકાર વી અનંત નાગેશ્વરનનું કહેવુ છે કે રોકાણકારોને સાવધાની પૂર્વક પ્રોફિટબુકની સલાહ છે. માર્કેટમાં કરેક્શનની શક્યતા. નજીકના સમયમાં ક્રુડ તેલના ભાવ 60 ડોલરની નીચે જઈ શકે છે. ઈક્વિટી કરતા કોમોડિટીમાં રોકાણ કરવાનું પસંદ કરીશું.