બજાર » સમાચાર » કોમોડિટી સમાચાર

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ના રોજ પ્રકાશિત Mon, 19, 2017 પર 11:02  |  સ્ત્રોત : CNBC-Bajar

ડોલરમાં રીકવરીથી સોનામાં મંદી જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનું 1252 ડૉલરની આસપાસ કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. તો સ્થાનિક બજારમાં પણ સોનામાં ઘટાડા સાથે જ કારોબાર જોવા મળી રહ્યો છે.

જો કે ચાંદીમાં નીચલા સ્તરેથી રિકવરી આવી છે. અને ચાંદીના ભાવમાં અડધાં ટકા જેટલી તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. ક્રુડમાં ઘટાડો વધી રહ્યો છે. પાછલા સપ્તાહમાં અંદાજે 5 ટકાના ઘટાડા બાદ આજે પણ દબાણ સાથે કારોબાર જોવા મળી રહયો છે. અને બ્રેન્ટ ક્રુડના ભાવ 46 ડૉલરના સ્તર પર આવી ગયાં છે.


જયારે ડબ્લ્યૂટીઆઈ ક્રુડમાં સાડા 44 ડૉલરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઘટાડા પાછળનું કારણ જોવા જઈએ તો અમેરિકામાં ઓઈલ રિંગ ઝડપથી વધી રહ્યું છે. તેવામાં પાછળા મહિને ઓપેકની બેઠક બાદ ક્રુડમાં અંદાજે 13 ટકા સુધીનો ઘટાડો આવી ચૂકયો છે.

હવે વાત કરીએ અન્ય એગ્રિ કોમોડિટીની તો આજે ગુવારના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જુલાઈ વાયદામાં 1 ટકા સુધી ભાવ ઘટયાં છે. ભાવ ઘટવાનું કારણ ખેતી વાળા વિસ્તારમાં વરસાદથી કિંમતો પર દબાણ જોવા મળી રહ્યું છે.


જો કે આજે સોયાબીનના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. વાયદામાં અડધાંથી 1 ટકા જેટલી તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. વાવેતર ઘટવાના અનુમાનથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.