બજાર » સમાચાર » કંપની સમાચાર

નોટબંધીના લો બેસથી ફાયદો: ડૉ લાલ પૅથલૅબ્સ

ના રોજ પ્રકાશિત Fri, 09, 2018 પર 13:16  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં ડૉ લાલ પેથલેબ્સનો નફો 17% થી વધીને 36.3 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં ડૉ લાલ પેથલેબ્સનો નફો 31 કરોડ રૂપિયા રહ્યો હતો. નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં ડૉ લાલ પેથલેબ્સની આવક 26.6% વધીને 262.7 કરોડ રૂપિયા પર રહી છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં ડૉ લાલ પેથલેબ્સની આવક 207.5 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ડૉ લાલ પેથલેબ્સના એબિટડા 47 કરોડ રૂપિયાથી વધીને 56.6 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ડૉ લાલ પેથલેબ્સના એબિટડા માર્જિન 22.7% થી ઘટીને 21.5% રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાત કરતા ડૉ લાલ પૅથલૅબ્સના સીઈઓ ઓમ મનચંદાએ કહેવુ કે નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં નોટબંધીથી કારોબાર પર અસર જોવા મળી હતી. એવામાં નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં નફામાં વધારો થવા આ એક મહત્વનું કારણ છે. સાથે જ વર્ષ 2017માં સૌથી વધુ તહેવારો બીજા ક્વાર્ટરમાં આવી ગયા હતા, એવામાં ત્રીજા ક્વાર્ટર દરમિયાન કારોબાર સારો રહ્યો. ઓમ મનચંદાએ કહેવુ કે ત્રીજા ક્વાર્ટરમાં વૉલ્યૂમ ગ્રોથ 26.1% રહી છે. વૉલ્યૂમ ગ્રોથમાં વધારો પણ નોટબંધીના લો બેસના કારણે જોવા મળ્યું છે.