બજાર » સમાચાર » કંપની સમાચાર

બિઝનેસમાં સારો ગ્રોથ જોવા મળી રહ્યો: ડીબી કોર્પ

ના રોજ પ્રકાશિત Fri, 19, 2017 પર 11:49  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2017 ના ચોથા ક્વાર્ટરમાં ડીબી કૉર્પનો નફો 6.1% વધીને 64.1 કરોડ રૂપિયા થઈ ગયા છે. નાણાકીય વર્ષ 2016 ના ચોથા ક્વાર્ટરમાં ડીબી કૉર્પનો નફો 60.4 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2017 ના ચોથા ક્વાર્ટરમાં ડીબી કૉર્પની આવક 1.5% વધીને 517.1 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2017 ના ચોથા ક્વાર્ટરમાં ડીબી કૉર્પની આવક 509.6 કરોડ રૂપિયા રહી હતી.


ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ડીબી કૉર્પના એબિટડા 115.9% થી ઘટીને 112.3% રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ડીબી કૉર્પના એબિટડા માર્જીન 22.7% થી ઘટીને 21.7% રહ્યા છે.


પરિણામ પર વધુ વાતચીત કરવા હવે આપણી સાથે જોડાઇ રહ્યા છે ડીબી કોર્પના ડિરેક્ટર ગીરીશ અગ્રવાલનું કહેવુ છે કે અમારી કંપનીમાં બે ક્વાર્ટરમાં નોટબંધીના કારણે સમસ્યા રહી હતી. અને પુરા વર્ષમાં 8% ની ગ્રોથ જોવા મળી રહી છે. અમારી કંપનીમાં અમનારા સમયમાં સારી ગ્રોથ આવી શકે છે. અમારી કંપનીમાં રેડીયોમાં પુરા વર્ષમાં 18%નું ગ્રોથ જોવા મળી રહી છે.


ગીરીશ અગ્રવાલના મતે 38%નું એબિટડા મર્જીન જોવા મળી રહ્યું છે. ડિજીટલમાં પણ 24%ની ગ્રોથ જોવા મળી રહી છે. અને 56 કરોડનો ટોપ લાઇન છે. અમારી કંપનીમાં ગત 3 વર્ષથી ડિજીટલપર કામ કરી રહી અને ફોકસ કરી રહી છે. અને અમાપી વેબસાઇટ 9 કરોડ લોકો જોએ છે.