બજાર » સમાચાર » કંપની સમાચાર

આઈડિયા: વોડાફોનની સાથે મર્જરને બોર્ડની મંજૂરી

ના રોજ પ્રકાશિત Mon, 20, 2017 પર 09:13  |  સ્ત્રોત : CNBC-Bajar

આઈડિયા સેલ્યુલરના બોર્ડે વોડાફોન ઈન્ડિયાની સાથે મર્જરને મંજૂરી આપી દીધી છે. વોડાફોનના નવી કંપનીમાં 45% હિસ્સો થશે, જ્યારે નવી કંપનીમાં આઈડિયાની 26% ભાગીદારી થશે. એબી ગ્રુપ નવી કંપનીમાં 130 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર 9.5% હિસ્સો લેશે. આગળ, એબી ગ્રુપ અને વોડાફોનનો હિસ્સો બરાબરનો રહેશે. વોડાફોન હિસ્સો બરાબર કરવા માટે શેર વેચશે.

આઈડિયા અને વોડાફોનનો મંજૂર 2018 માં પૂરો રહેશે. આ મર્જર માટે આઈડિયા સેલ્યુલરના વેલ્યુએશન 72200 કરોડ રૂપિયા આંકવામાં આવ્યા છે, જ્યારે વોડાફોનના વૈલ્યુએશન 82800 કરોડ રૂપિયા આંકવામાં આવ્યા છે.

આ મર્જરથી દેશની સૌથી મોટી ટેલીકૉમ કંપની બનશે. સાથે જ વોડાફોન ઈન્ડિયાને પકડ બનાવામાં પણ મદદ મળશે. તેના સિવાય આઈડિયાની મેટ્રો શહેરોમાં પહોંચ વઘશે. નવી કંપનીના એબિટડામાં 25-30% નો નફો વધશે. નવી કંપનીમાં ગ્રાહકોની સંખ્યા વધીને 39.1 કરોડ થશે. હાલમાં ભારતી એરટેલ નંબર 1 ટેલીકૉમ કંપની છે, જ્યારે વોડાફોન બીજા અને આઈડિયા ત્રીજા નંબર પર છે. વોડાફોનના ગ્રાહકોની સંખ્યા 20.3 કરોડ અને આઈડિયાના ગ્રાહકોની સંખ્યા 18.8 કરોડ છે.