બજાર » સમાચાર » કંપની સમાચાર

મોટોરોલાએ સી પ્લસ માર્કેટમાં કર્યો લોન્ચ

ના રોજ પ્રકાશિત Mon, 19, 2017 પર 16:51  |  સ્ત્રોત : CNBC-Bajar

મોટોરોલાએ બજેટ ફોનના સેગમેન્ટમાં આજે ફરીથી પોતાના નવા ફોન મોટો સી પ્લસ સાથે એન્ટ્રી કરી છે. અંદાજે 7 હજાર રુપિયાના આ ફોનની ખાસિયત તેની બેટરી છે. તેમાં 4000 MAHની બેટરી છે. મોટો સી પ્લસ 5 ઈંચ એચડી સ્ક્રીન, 2 જીબી રેમ અને 1.3 Ghz ક્વોડકોર પ્રોસેસરથી લેશ છે. આ ફોનમાં સ્ટોરેજ માટે 16 GB ઈનબિલ્ટ મેમરી છે.


જેને 128 જીબી સુધી વધારી શકાય છે. મોટો સી પ્લસમાં 8 મેગાપિક્સલનો રેર કેમેરા અને 2 મેગાપિકસલને ફ્રન્ટ કેમેરા છે. અને બંને તરફ એલઈડી ફ્લેશ પણ છે. ફોન એન્ડ્રોઈડ 7.0 નોગટ પર કામ કરશે. અને તેના પર ગુગલ આસિસ્ટન્ટ પણ કામ કરશે. આ ફોન ફ્લિપકાર્ટ એક્સલુઝિવ છે. આ ફોન આવતીકાલથી ફ્લિપકાર્ટ પરથી ખરીદવા પર અનેક ઓફર્સ મળશે.