બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

ટૂંકાગાળાના રોકાણકારોને આઈપીઓ મારફત કમાવાની તક: દેવેન ચોક્સી

ના રોજ પ્રકાશિત Mon, 20, 2017 પર 10:57  |  સ્ત્રોત : CNBC-Bajar

સપ્તાહની શરૂઆત ઘરેલૂ બજારો માટે નબળાઈની સાથે થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.25% નો ઘટાડો જોવાને મળી રહ્યો છે. નબળાઈના આ માહોલમાં નિફ્ટી 9150 ની નીચે જોવામાં આવી રહ્યા છે, જ્યારે સેન્સેક્સ 29600 ની નીચે દેખાય રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું કેઆર ચોક્સી ઇન્વેસ્ટમેન્ટ મૅનેજર્સના એમડી દેવેન ચોક્સી પાસેથી.


દેવેન ચોક્સીનું કહેવુ છે કે ઑવરઑલ માર્કેટ કરતાં સ્ટૉક્સના વેલ્યુએશન ઘણા સસ્તા દેખાય છે. ઇન્ડેક્સ ભલે ઑલટાઇમ હાઈ પર હોય, પણ કંપનીઓમાં હજી તેજીની તક. માર્કેટમાં ઇન્ડેક્સ કરતાં સ્ટૉક્સમાં વધુ ધ્યાન રાખવું જોઈએ. એફઆઈઆઈએસ તરફથી હેજ ફંડ કરતાં ઈટીએફ તરફથી રોકાણ જોવા મળ્યું છે.


દેવેન ચોક્સીના મતે ઈટીએફ ટૂંકાગાળાનું રોકાણ હોય છે. આઇડિયા-વોડાફોન મર્જરથી ગ્રોથમાં મોટો ઉછાળો થશે એમ નથી લાગતું. આઇડિયા-વોડાફોન મર્જરની અસર થતાં હજી 2 વર્ષનો સમય લાગશે. ટેલિકોમ ઇન્ડસ્ટ્રી માટે મર્જર સારું, પણ રોકાણકારો માટે નહીં. બીએસએનએલ અને એમટીએનએલ આખા દેશમાં કારોબાર ધરાવે છે, જે મોટું પોઝિટિવ છે. બીએસએનએલ-એમટીએનએલ મર્જરથી શું લાભ થશે એ અત્યારથી કહેવું ઉતાવળ ગણાશે.


દેવેન ચોક્સીના મુજબ હાલ માર્કેટમાં સારી કંપનીઓના આઈપીઓ આવી રહ્યા છે. ટૂંકાગાળાના રોકાણકારોને આઈપીઓ મારફત કમાવાની તક છે. નવા રોકાણકારોએ સીપીએસઈ ઈટીએફ જેવા વિકલ્પ પસંદ કરવા જોઈએ. 2-3 વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના ઘણા પ્રોજેક્ટ્સ પૂરા થશે. બેન્કિંગમાં પણ નવા ધિરાણની ક્ષમતા સુધરશે, જે સારી ગ્રોથ દર્શાવશે. એગ્રી ગ્રોથને જોતાં ફાર્મ ઇક્વિપમેન્ટમાં પણ તક રહેલી છે.


દેવેન ચોક્સીનું કહેવુ છે કે માર્કેટમાં કોઈ પણ સમાચારની લાંબાગાળાની અસર પર ફોકસ રાખવું જોઈએ. ટાયર પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી ટૂંકાગાળે પોઝિટિવ સમાચાર છે. હરિફાઈમાં ટકી રહેવા અને કોસ્ટ પર નિયંત્રણ ટાયર કંપનીઓ માટે ઘણું જરૂરી.


દેવેન ચોક્સીના મતે આઈટી કંપનીઓના બિઝનેસ મૉડલમાં થઈ રહેલો ફેરફાર ખૂબ મહત્વનો છે. આઈટીમાં ટૂંકાગાળે ગ્રોથ ભૂલી સારા પ્રોજેક્ટ્સ અને અમલીકરણ પર ફોકસ જરૂરી. આઈટીમાં મુખ્યત્વે લાર્જકેપ સ્ટૉક્સમાં જ રોકાણની તક રહેલી છે.


દેવેન ચોક્સીના મુજબ શુગરમાં લાંબાગાળાના બુલ માર્કેટની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ કરતાં સાઉથની શુગર કંપનીઓ વધુ પસંદ છે. રાજનૈતિક પરિબળો સ્થિર હોવા કોઈ પણ માર્કેટ માટે મોટું પોઝિટિવ છે.