બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

નિફ્ટી 9580-9680ની વચ્ચે રહે તેવી શક્યતા: યોગેશ મહેતા

ના રોજ પ્રકાશિત Mon, 19, 2017 પર 11:18  |  સ્ત્રોત : CNBC-Bajar

ઘરેલૂ બજારો માટે સારી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5% સુધીની મજબૂતી જોવાને મળી રહી છે. તેજીના માહોલમાં નિફ્ટી 9630 ની ઊપર પહોંચી છે, જ્યારે સેન્સેક્સમાં 179 અંકો સુધીની તેજી જોવા મળી છે. સેન્સેક્સ 31235.01 ની આસપાસ જોવામાં આવી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું મોતીલાલ ઓસવાલ સિક્યોરિટીઝના એવીપી યોગેશ મહેતા પાસેથી.

યોગેશ મહેતાનું કહેવુ છે કે નિફ્ટી હાલ કંસોલિડેશનમાં છે, બ્રેક-આઉટ કે બ્રેક-ડાઉનના સંકેત નહીં. નિફ્ટી 9580-9680 વચ્ચેની રેન્જમાં રહેશે. જીએસટીના દરને આધારે રોકાણ કરવાની સલાહ નથી આપી રહ્યા. સર્વિસ ટેક્સને લગતી રાહતોથી લાંબાગાળે જે કંપનીઓને લાભ થાય એ પસંદ છે. ફાર્મામાં રોકાણ હજી કપરાં ચઢાણ બાકી છે. ફાર્મામાં 2-3 ત્રિમાસિક હજી રાહ જોવી જોઈએ.

યોગેશ મહેતાના મતે નિફ્ટી હાલમાં કંસોલિડેશનના મોડમાં, 9520-9820નો મોટો સપોર્ટ. નિફ્ટી 9580-9680ની વચ્ચે રહે તેવી શક્યતા. ખાનગી બેન્ક, ગ્રામીણ વપરાશ, ઓટોમોબાઈલ, એફએમસીજી સેક્ટર પર ધ્યાન રાખવું. જીએસટીના દરથી ખાસ કોઈ વૃધ્ધિ થતી જોવા નથી મળી રહી. ડો.રેડ્ડીઝ માટે કપરા ચઢાણ બાકી રહેશે, ગ્રોથ માટે 6-9 મહિનાનો સમય લાગી શકે. ઓરોબિન્દો ફાર્મામાં ઘટાડે ખરીદીની સલાહ.

યોગેશ મહેતાના મુજબ સન ફાર્મામાં ઘટાડે ખરીદીની સલાહ. આઈટી કંપનીમાં મોટા ભાવ દેખાય તો તરત જ નફો ગાંઠે બાંધવાની સલાહ. સરકાર પીએસયુમાં વિનિવેશના લક્ષ્યાંક પૂરા કરી શકી નથી. સરકારે એસસીઆઈમાં વિનિવેશનો નિર્ણય લીધો. પીસીએ હેઠળની બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં રોકાણથી દૂર રહેવાની સલાહ.