બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

માર્કેટ ઉતાર-ચડાવ બાદ ઉપરની જ દિશા રાખશે: મહેરબૂન ઈરાની

ના રોજ પ્રકાશિત Fri, 19, 2017 પર 11:14  |  સ્ત્રોત : CNBC-Bajar

નિર્મલ બંગ સિક્યોરિટીઝમાં પ્રાઇવેટ ક્લાયન્ટ બિઝનેસ ગ્રુપના હેડ મહેરબૂન ઈરાનીનું કહેવુ છે કે માર્કેટ ઉતાર-ચડાવ બાદ ઉપરની જ દિશા રાખશે એ ચોક્કસ છે. યુએસમાં એફબીઆઈ મામલે ટ્રમ્પ પર પગલાંની કેટલી અસર થશે એ કહી ન શકાય. વૈશ્વિક બજારની ગતિને લીધે ભારતને પણ જોરદાર ટેકો મળ્યો છે.

યુએસમાં અનિશ્ચિતતાથી ડૉલરમાં જોરદાર વોલેટાલિટી આવી છે. યુએસમાં આર્થિક મુવમેન્ટની અનિશ્ચિતતાને લીધે ડૉલર ઘટ્યો છે. ભારતીય બજારમાં જીએસટી અને મૉન્સૂન મુખ્ય ટ્રિગર રહેશે. જીએસટીથી સૌથી મોટું પોઝિટિવ લૉજિસ્ટિક્સ કંપનીઓ માટે છે.

એફએમસીજી કંપનીઓને જીએસટીથી પ્રાઇસિંગનો ટેકો મળશે. મેરિકો, કોલગેટને જીએસટીથી લાભ, પણ સૌથી વધુ ટેકો આઈટીસીને મળશે. ઑટો એન્સિલરીમાં ઘણા સારા સ્ટૉક્સ છે, મધરસન સુમી ટોપ પિક છે.

મહેરબૂન ઈરાની ટોપ પિક્સમાં આઈટીસી, મધરસન સુમી, સુપ્રજીત એન્જિનિયરિંગ, એલએન્ડટી, આઈઆરબી ઇન્ફ્રા, દાલમિયા ભારત, ઓરિયન્ટ સિમેન્ટ, પિરામલ એન્ટરપ્રાઇઝીસ, એમજીએલ અને આઈજીએલનો સમાવેશ થાય છે. કેપિટલ ગુડ્સમાં ગ્રોથ પિક-અપ થશે, એલએન્ડટી પર હવે પોઝિટિવ થવાનો સમય છે. આઈઆરબી ઇન્ફ્રામાં ₹235-240ના સ્તરે લાંબાગાળાની નવી ખરીદી કરી શકાય.

પીએસયુ બેન્કમાં હાલપૂરતી તેજી આવી ચૂકી છે. પીએસયુ બેન્કમાં હવે આ સ્તરે ખરીદી કરવા માટે ઘટાડાની રાહ જોવી જોઈએ. બેન્કિંગમાં નાની બેન્ક હવે પસંદ પડી રહી છે, સાઉથ ઇન્ડિયન બેન્ક પસંદ છે. આઈટી ફાર્મામાં નેગેટિવ મત જળવાયેલો છે, ગ્રોથ પર મોટા પ્રશ્નાર્થ યથાવત. આકર્ષક વેલ્યુએશન પર રોકાણ કરવા કરતાં ગ્રોથની ક્ષમતા જોઈ પસંદગી કરવી.

દાલમિયા ભારત ઉપરાંત સિમેન્ટમાં હવે ઓરિયન્ટ સિમેન્ટ પસંદ છે. હાઉસિંગ ફાઇનાન્સ અફોર્ડેબલ હાઉસિંગને ધ્યાનમાં રાખી પોઝિટિવ રહેશે. હુડકો કરતાં સારા સ્ટૉક્સ ખરીદવાની તક મળશે. હિન્દુસ્તાન કૉપરના પરિણામ ઘણા સારા રહ્યા છે. અત્યારે ડિફેન્સિવ સેગ્મેન્ટ તરીકે એફએમસીજી ઉપરાંત બેન્કિંગ પસંદ છે.