બજાર » સમાચાર » આઈપીઓ

હુડકોની સારી લિસ્ટિંગ, ₹73 પર લિસ્ટ

ના રોજ પ્રકાશિત Fri, 19, 2017 પર 10:01  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે બજારમાં એક વધુ શેરે દસ્તક આપી છે. એનએસઈ પર હુડકોના શેર 22% ના પ્રીમિયમની સાથે 73 રૂપિયા પ્રતિ શેર પર લિસ્ટ થયા છે. લિસ્ટિંગની બાદ હુડકોના શેર 77.85 રૂપિયા ઊપર સુધી જવામાં કામયાબ રહ્યો છે. લિસ્ટિંગ માટે હુડકોએ પ્રાઈઝ બેન્ડ 56 થી 60 રુપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી. જ્યાં હુડકોના ઇશ્યૂને સારા રિસ્પૉન્સ મળ્યો હતો અને આઈપીઓ 80 ગણો સબ્સક્રાઇબ થયો હતો.

હુડકોની લોટ સાઈઝ 200 શેરની છે. અને રિટેલ રોકાણકારોને ઓફર પ્રાઈઝ પર 2 રુપિયાની છુટ આપવામાં આવી છે. આઈપીઓ દ્વારા કંપનીની 1200 કરોડ રુપિયા ભેગા કરવાની યોજના છે. આપને જણાવી દઈએ કે ઈશ્યુ બાદ સરકારની ભાગીદારી ઘટીને 89.8 ટકા રહેશે.


સીએનબીસી બજારની સાથે ખાસ વાતચીતમાં હુડકોના ડાયરેક્ટર - ફાઈનાન્સ, રાકેશ કુમાર અરોડાએ કહ્યું કે લોન બુકમાં 90% હિસ્સો સરકારી કંપનીઓનો છે. કંપનીને સરકારી કંપનીઓ અને સરકારી એજેન્સિઓથી સારો કારોબાર હાસિલ થઈ રહ્યો છે. હુડકોનો ફોક્સ સરકારથી જોડાયેલા ઑર્ડર પર જ રહેશે. છેલ્લા 3-4 વર્ષ કંસોલિડેશનનો દોર રહ્યો છે, પરંતુ હવે આગળ સારા ગ્રોથની ઉમ્મીદ છે.