બજાર » સમાચાર » બજાર

₹7500 સુધીના હોટેલ રૂમ પર 18% જીએસટી લાગશે

ના રોજ પ્રકાશિત Mon, 19, 2017 પર 08:25  |  સ્ત્રોત : CNBC-Bajar

જીએસટી કાઉન્સીલની ગઈ કાલે બેઠક હતી. જેમાં પહેલી વખતના ફાઇલિંગની ડેડલાઇન લંબાવવામાં આવી છે. જે લાખો ટ્રેડર્સને રાહત આપશે. આ ઉપરાંત જીએસટી અમલીકરણની તૈયારી પર પણ સમિક્ષા કરવામાં આવી હતી. સાથે જ કાઉન્સીલે ફાઇવ સ્ટાર હોટેલ્સને રાહત આપી છે.


સાડા સાત હજાર રૂપિયા સુધીના રૂમ ધરાવતી હોટેલ્સમાં દર 18 ટકા નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે સાડા સાત હજાર રૂપિયાથી વધુ ટૅરિફના રૂમમાં 28 ટકા દર નક્કી કરાયા છે. લૉટરી માટે પણ દર નક્કી કરવામાં આવ્યા છે. 12 ટકા દર સરકારી લૉટરી પર અને 28 ટકા દર સરકાર દ્વારા માન્ય પ્રાઇવેટ લૉટરી પર લગાવવામાં આવશે.

નાના કારોબારીની સિસ્ટમ જીએસટી માટે તૈયાર થવામાં સમય લાગી શકે છે. આ કારણે જ રિટર્નની તારીખ આગળ વધારવામાં આવી શકે છે. સીબીઈસીની ચેરપર્સન વનજા એન સરનાએ અમારી સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું કે ઇ-વે બિલને પણ મજબૂત કરવામાં આવશે. નાના કારોબારીઓની સિસ્ટમ જીએસટી માટે તૈયાર નહીં.


જીએસટીઆર 1 રિટર્નની તારીખ આગળ વધારવામાં આવી. રિટર્નની તારીખ અંદાજે એક મહિના વધારવામાં આવી. પહેલા 3B ફોર્મ ભરવું પડશે. ઇ-વે બિલને મજબૂત કરવાની જરૂરત. ઇ-વે બિલ લાગૂ કરવામાં 2-3 મહિના લાગી શકે છે. એન્ટિ પ્રોફિટિયરિંગના નિયમો 1 જુલાઇથી લાગૂ થઇ જશે.