બજાર » સમાચાર » બજાર

અધ્યક્ષ અમિત શાહ 110 દિવસના પ્રવાસ પર

ના રોજ પ્રકાશિત Mon, 19, 2017 પર 17:18  |  સ્ત્રોત : CNBC-Bajar

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સંગઠનલક્ષી કામગીરીને ધ્યાનમાં રાખીને દેશભરમાં 110 દિવસના પ્રવાસ પર છે. જેના ભાગ રૂપે શાહ 20-21 જૂને ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ અંગે માહિતી આપતા ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, અમિત શાહ મધ્યઝોન અને સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકરોને મળશે.


અમિત શાહ 21 જૂનના રોજ નડિયાદ ખાતે સરદાર પટેલના સ્મૃતિ સ્થાનકોની મુલાકાત લઈને ભાવાંજલિ અર્પણ કરશે. ત્યાર બાદ ખેડા જિલ્લા ભાજપના નવનિર્મિત કાર્યાલયનું લોકાર્પણ કરશે. ત્યાંથી બાઈક રેલી સાથે બપોરે ત્રણ કલાકે નડિયાદ ખાતે મધ્ય ગુજરાતના ભાજપના પેઈજ પ્રમુખ મહાસંમેલનમાં માર્ગદર્શન આપશે.