બજાર » સમાચાર » બજાર

ગુજરાતના જાણીતા ગઝલકાર ચીનુ મોદીનું નિધન થયું

ના રોજ પ્રકાશિત Mon, 20, 2017 પર 13:51  |  સ્ત્રોત : CNBC-Bajar

ગુજરાતના જાણીતા ગઝલકાર ચીનુ મોદીનું નિધન થયું છે. ત્યારે ચીનુ મોદીના પાર્થિવ દેહને દેહદાન માટે NHL કોલેજ લવાયો હતો. NHL કોલેજ ખાતે ચીનુ મોદીના પાર્થિવ દેહનું દેહદાન કરવામાં આવ્યું. તો દિગ્ગજો સહિત અગ્રણીઓ અંતિમયાત્રામાં જોડાયા હતા. મહત્વપૂર્ણ છે કે બે દિવસ પહેલાં જ ચીનુ મોદીને હ્રદયરોગનો હુમલો આવતા તેમનું નિધન થયું હતું.


ઈર્શાદનું ઉપનામ ધરાવતા કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક એવા ચીનુ મોદીએ ચીરવિદાઈ લીધી છે. બે દિવસ પહેલા તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. તેમને આજે જ હોસ્પિટલથી રજા આપી ઘરે લવાયા હતા. જ્યાં તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું. ચીનુ મોદીના દેહદાનનો નિર્ણય લેવાયો છે.


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચીનુ મોદીને શ્રદ્ધાંજલી પાઠવી છે. વ્યવસાયે તેઓ અધ્યાપક હતા. ઉત્તર ગુજરાતના વીજાપુરમાં તેમને જન્મ થયો હતો. અને ત્યાં જ પ્રાથમિક શિક્ષણ પણ તેમણે લીધા. માધ્યમિક શિક્ષણ તેમણે ધોળકા, અમદાવાદમાં પૂર્ણ કર્યું. 1954માં તેઓ મેટ્રીક થયા. ગુજરાતી અને ઈતિહાસ વિષયો સાથે તેમએ બીએ કર્યું.


તો હિન્દી વિષય સાથે એમએ થયા હતા. ગૂજરાત વિદ્યાપીઠમાંથી તેમણે વિદ્યાવાચસ્પતિની ડીગ્રી મેળવી. જે બાદ અમદાવાદની સ્વામીનારાયણ આર્ટ્સ કોલેજમાં અધ્યાપક બન્યા હતા. તેમણે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનમાં સ્ક્રિપ્ટ-રાઈટર તરીકે કામ કર્યું. કવિતા ક્ષેત્રે તેમનું પ્રદાન ભુલી શકાય તેમ નથી.


પ્રારંભકાળમાં વાતાયન અને ત્યાર બાદ રે મઠ કવિતાઓમાં આધુનિક કવિતાઓનો મિજાજ પ્રગટ થાય છે. આ બાદ શાપિત વનમાં, દેશવટો, ઉર્ણનાભ જેવી કૃતિઓએ તેમની અનોખી શૈલીને વ્યક્ત કરી. ગુજરાતી સાહિત્યનો એક એવો તારલો ખરી પડ્યો છે, તેનો ખોટ પુરી શકાશે નહીં.