બજાર » સમાચાર » બજાર

આજે કેવી ખબરો ચર્ચામાં રહેશે

ના રોજ પ્રકાશિત Tue, 21, 2017 પર 07:03  |  સ્ત્રોત : CNBC-Bajar

અમેરિકામાં મામુલી ઘટાડા સાથે કારોબાર. અર્થતંત્ર પર ફેડ અધિકારીના નિવેદન પર ઉઠ્યા સવાલ. એશિયામાં મિશ્ર શરૂઆત વચ્ચે સિંગાપોર નિફ્ટી લીલા નિશાનમાં.

ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડો યથાવત. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 2 સપ્તાહના ઉચ્ચતમ સ્તરે. ક્રૂડમાં નીચલા સ્તરે વોલેટાલિટી.

1000 રૂપિયાના ભાવે 3500 કરોડ રૂપિયાનું બાયબૅક કરશે એચસીએલ ટેક્નૉલોજીસ. 3.5 કરોડ ઇક્વિટી શૅર્સનું બાયબૅક કંપનીના બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવ્યું.

આ વર્ષના સૌથી મોટા આઈપીઓ એવન્યુ સુપરમાર્ટ્સના લિસ્ટિંગ પર આજે બજારની નજર. 106 ગણા ઓવરસબસ્ક્રિપ્શન બાદ જબરજસ્ત રિટર્નની માર્કેટને અપેક્ષા. કંપનીએ આઈપીઓથી 1866 કરોડ રૂપિયા ઊભા કર્યા.

જોકે સીએલ એજ્યુકેટના આઈપીઓને પહેલા દિવસે ઠંડો પ્રતિસાદ. ફક્ત 4 ટકા ભરાયો. 500થી 502 રૂપિયાની પ્રાઇસબેન્ડમાં 239 કરોડ રૂપિયા ઊભા કરવાની કંપનીની યોજના.. આવતી કાલે છેલ્લો દિવસ.

અને ડિવીઝ લૅબ્સ માટે વધુ એક ખરાબ સમાચાર. કંપનીના વિશાખાપટ્ટનમ પ્લાન્ટને યુએસએફડીએ તરફથી ઇમ્પોર્ટ ઍલર્ટ. જોકે કંપનીએ કહ્યું અનેક પ્રોડક્ટ્સ આ ઇમ્પોર્ટ ઍલર્ટથી બાકાત રાખવામાં આવી છે.