બજાર » સમાચાર » બજાર

પાકિસ્તાને આઈસીજેનો ચુકાદો માનવાનો ઈનકાર કર્યો

ના રોજ પ્રકાશિત Fri, 19, 2017 પર 13:30  |  સ્ત્રોત : CNBC-Bajar

પાકિસ્તાને આઈસીજેનો ચુકાદો માનવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. ત્યારે પાકિસ્તાનના આ નિર્ણય પાછળ ચીન જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. ભારત પર દબાણ વધારવા ચીન પાકિસ્તાનને આ મુદ્દે આડકતરી મદદ કરે તેવી શક્યતા છે.


નિષ્ણાતોના મત મુજબ પાકિસ્તાન આઈસીજેનો ચુકાદો ન માનીને યુએનમાં જવા ઈચ્છે છે. જો પાકિસ્તાન યુએનમાં અપીલ કરે તો સંયુક્ત રાષ્ટ્રમાં ચીન પાકિસ્તાનને સાથ આપી શકે છે. આ ચુકાદા સામે ચીન પોતાનો વીટો પાવર વાપરી પાકિસ્તાનને મદદ કરી શકે છે.