બજાર » સમાચાર » બજાર

રાજ્યના ખેડૂતોને રાજ્ય સરકારે આપી રાહત

ના રોજ પ્રકાશિત Mon, 19, 2017 પર 14:06  |  સ્ત્રોત : CNBC-Bajar

મુંબઇ બ્લાસ્ટ મામલે આજે સજાની જાહેરાત થશે. 6 આરોપીઓને વિશેષ અદાલત આજે સજા સંભળાવશે. 6 આરોપીઓમાં મુસ્તફા ડોસા, અબુ સાલેમ, રિયાઝ સિદ્દીકી, કરિમુલ્લા, ફિરોઝ અબ્લુલ રશીદ, તાહિર મર્ચન્ટ સામેલ છે. 1993માં મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટમાં 257 લોકોના મોત થયાં હતાં. અને 713 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં.


આ વિસ્ફોટથી દેશની આર્થિક રાજધાની મુંબઈની સાથે સમગ્ર દેશ ધ્રૂજી ઉઠ્યો હતો. આ મામલે 24 વર્ષ બાદ કોર્ટે આપેલા ચુકાદામાં અંડરવર્લ્ડ ડોન દાઉદનો ખાસ સાથી અબુ સલેમ સહિત 6 આરોપીઓને કસુરવાર ઠેરવવામાં આવ્યાં હતાં. દુબઈમાં મુસ્તુફા ડોસાના ભાઈ મહોમ્મદના ઘરે યોજાયેલી મીટિંગમાં સમગ્ર ષડયંત્ર રચાયું હતું.


જેમાં 9 જાન્યુઆરી 1993એ હથિયારોની પહેલી ખેપ પાકિસ્તાનથી સમુદ્ર માર્ગે ગુજરાત મોકલવામાં આવી હતી. આ સમગ્ર કાવત્રાની હકીકતો પણ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. મુંબઈ બ્લાસ્ટ કેસમાં યાકુબ મેમણને 30 જૂલાઈ 2015 એ ફાંસીની સજા અપાઈ હતી. તો મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહિમની હજી ધરપકડ થઈ શકી નથી. જ્યારે પોર્ટુગલ સરકારની શરતો પ્રમાણે અબુ સલેમને ફાંસી સજા થઈ શકશે નહીં.