બજાર » સમાચાર » બજાર

દાર્જિલિંગમાં સળગી રહી છે આંદોલનની આગ

ના રોજ પ્રકાશિત Mon, 19, 2017 પર 13:57  |  સ્ત્રોત : CNBC-Bajar

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં થઇ રહેલા આંદોલનની આગ અઠવાડીયાથી સળગી રહી છે. પશ્ચિમ બંગાળમાંથી ભાષાના આધારે અલગ ગોરખાલેન્ડ બનાવવાની માંગ સાથે લોકો આંદોલન કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, તેમની મુળ ભાષા નેપાલી છે. પરંતુ બાંગ્લા ભાષાના કારણે તેમને નોકરી તેમજ ભણતરમાં ભાષાકિય અડચણ થતી હોય છે.


આંદોલનની શરૂઆત 80ના દશકમાં સુભાષ ઘિસીંગની આગેવાની થઇ હતી. તેમના દ્વારા આંદોલનના ભાગરૂપે ગોરખા નેશનલ લિબરેશન ફ્રંટની સ્થાપના કરવામાં આવી હતી. છ વર્ષ પહેલા થયેલા પ્રદર્શનમાં ત્રણ આંદોલનકારીઓના મોત થયા હતાં.


હાલની મમતા બેનર્જીએ સરકારે શાળાઓમાં બાંગ્લા ભાષા ફરજીયાત કરવાનો આદેશ આપતા આંદોલન ફરીથી સક્રિય થયું છે. અને છેલ્લા દસ દિવસથી દાર્જિલિંગની પરિસ્થિતિ તંગ છે.