બજાર » સમાચાર » રાજકારણ

ગુજરાત કોંગ્રેસની આજે મળશે મહત્વની બેઠક

ના રોજ પ્રકાશિત Mon, 20, 2017 પર 13:34  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેશન હોલમાં આજે ગુજરાત કોંગ્રેસની મહત્વની બેઠક મળશે. ગુજરાત યુનિવર્સિટી કન્વેશન હોલમાં વિધાનસભાની ચૂંટણીની ટિકિટ માટે બેઠક યોજાશે.

182 વિધાનસભા બેઠક માટે 1500 ટિકિટ વાંચ્છુકોએ દાવેદારી નોંધાવી છે. ગુજરાત યુનિવર્સિટી કન્વેશન હોલમાં યોજાનાર ગુજરાત કોંગ્રેસની મહત્વની બેઠકમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, શંકરસિહ વાઘેલા અને પ્રભારી ગુરૂદાસ કામત હાજર રહેશે. બેઠકનો પ્રારંભ કોંગ્રેસ આવે છેના સ્લોગન સાથે કરવામાં આવશે.