બજાર » સમાચાર » રાજકારણ

કપિલ મિશ્રાએ બોલાવી પ્રેસ કોન્ફરન્સ

ના રોજ પ્રકાશિત Fri, 19, 2017 પર 13:44  |  સ્ત્રોત : CNBC-Bajar

આમ આદમી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા કપિલ મિશ્રાએ આજે  પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલ સામે નવા આક્ષેપ લગાવ્યો હતો. કપિલે કહ્યું કે, આમ આદમી પાર્ટીમાં હવાલા કંપનીઓના રૂપિયા છે. કેજરીવાલ પર આટલા આરોપ લાગ્યા હોવા છતાં તેઓ ચૂપ બેઠા છે. મારા હાથમાં કેજરીવાલનો કોલર છે, પકડીને સીધા જ તિહાર જેલમાં લઈ જઈશ.


કેજરીવાલે મેં મીડિયા સમક્ષ રજૂ કરેલા પુરાવાનો જવાબ આપ્યો નથી. માત્ર એટલું જ કહેતા રહ્યા છે કપિલ બીજેપીનો એજન્ટ છે.  આમ આદમી પાર્ટીએ કહ્યું કે એક વ્યક્તિએ 2 કરોડનું ફંડ આપ્યું છે.   કપિલે કહ્યું કે કેજરીવાલ સોશિયલ મીડિયા પર ખોટો વીડિયો શેર કરી રહ્યા છે.


પ્રેસ કોન્ફરન્સમાં પ્રેઝન્ટેશન દર્શાવી તેમણે કહ્યું કે, એક સાથે રાતે 12 વાગે ચાર કંપનીઓ દ્વારા 50 લાખ રૂપિયા મોકલવામાં આવ્યા. આ પ્રક્રિયામાં જે લેટર હેડ બનાવવામાં આવ્યું તે નકલી છે. કંપનીઓના લેટર હેડમાં મુકેશ કુમારની સાઈન છે.


લોકો મને પૂછે છે કે તમે કેજરીવાલનો કોલર પકડીને તેને ઢસડીને જેલમાં લઈ જવાના હતા તેનું શું થયું? હું ફરીવાર કહેવા માંગુ છું કે મારા હાથમાં કેજરીવાલનો કોલર છે, પકડીને સીધો જ તિહાર જેલમાં લઈ જઈશ. અરવિંદ કેજરીવાલ મોટો માફિયા છે, હવાલા સાથે તેનો સીધો સંબંધ છે. કેજરીવાલે વિદેશ ભાગવું પડશે, ખુરશી છોડીને તપાસનો સામનો કરવા તૈયાર રહે.