બજાર » સમાચાર » પરિણામ

એલેમ્બિક ફાર્મા: 0.9% વધ્યો, આવક 15.1% વધી

ના રોજ પ્રકાશિત Wed, 16, 2018 પર 15:01  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં એલેમ્બિક ફાર્માનો નફો 0.9 ટકા વધીને 93.8 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2017 ના ચોથા ક્વાર્ટરમાં એલેમ્બિક ફાર્માનો નફો 93 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં એલેમ્બિક ફાર્માની આવક 15.1 ટકા વધીને 853.3 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2017 ના ચોથા ક્વાર્ટરમાં એલેમ્બિક ફાર્માની આવક 741.4 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એલેમ્બિક ફાર્માના એબિટડા 135.1 કરોડ રૂપિયાથી વધીને 173.2 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એલેમ્બિક ફાર્માના એબિટડા માર્જિન 18.2 ટકા થી વધીને 20.3 ટકા રહ્યા છે.