બજાર » સમાચાર » પરિણામ

એચડીઆઈએલનો નફો 64.4% વધ્યો

ના રોજ પ્રકાશિત Tue, 14, 2017 પર 15:48  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં એચડીઆઈએલનો નફો 64.4 ટકા વધીને 60.9 કરોડ રૂપિયાનો થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2017 ના બીજા ક્વાર્ટરમાં એચડીઆઈએલનો નફો 37 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં એચડીઆઈએલની આવક 26.1 ટકા ઘટીને 161.5 કરોડ રૂપિયા પર રહી છે. નાણાકીય વર્ષ 2017 ના બીજા ક્વાર્ટરમાં એચડીઆઈએલની આવક 218.5 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં એચડીઆઈએલના એબિટડા 143.8 કરોડ રૂપિયાથી ઘટીને 102.4 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં એચડીઆઈએલના એબિટડા માર્જિન 65.8 ટકાથી ઘટીને 63.4 ટકા રહ્યા છે. બીજા ક્વાર્ટરમાં એચડીઆઈએલને 44.8 કરોડ રૂપિયાનો ટેક્સ રિફંડ મળ્યા છે.