બજાર » સમાચાર » પરિણામ

મધરસન સુમીના નફામાં 20.2% નો વધારો

ના રોજ પ્રકાશિત Fri, 19, 2017 પર 13:05  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2017 ના ચોથા ક્વાર્ટરમાં મધરસન સુમીનો નફો 20.2% વધીને 705.9 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2016 ના ચોથા ક્વાર્ટરમાં મધરસન સુમીનો 587.2 કરોડ રૂપિયાનો નફો રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2017 ના ચોથા ક્વાર્ટરમાં મધરસન સુમીની આવક 14.6% વધીને 11502.9 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2016 ના ચોથા ક્વાર્ટરમાં મધરસન સુમીની આવક 10033.2 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં મધરસન સુમીના એબિટડા 995.5 કરોડ રૂપિયાથી વધીને 1240.5 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં મધરસન સુમીના એબિટડા માર્જિન 10.4% થી વધીને 11% રહ્યા છે.

વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં મધરસન સુમીની અન્ય આવક 5.5 કરોડ રૂપિયાથી વધીને 94.8 કરોડ રૂપિયા રહ્યા છે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં મધરસન સુમીને 97.4 કરોડ રૂપિયાના અતિરિક્ત ખોટ થઈ છે. મધરસન સુમીએ 2 શેરના બદલે 1 બોનસ શેર દેવાની જાહેરાત કરી છે.

વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એસએમઆરની આવક 2806.1 કરોડ રૂપિયાથી વધીને 3099.4 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એસએમઆરના એબિટ 280.6 કરોડ રૂપિયાથી વધીને 298.3 કરોડ રૂપિયા રહ્યા છે.

વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એસએમપીની આવક 5003.4 કરોડ રૂપિયાથી વધીને 5858.9 કરોડ રૂપિયા રહી છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એસએમપીના એબિટ 64 કરોડ રૂપિયાથી વધીને 266.2 કરોડ રૂપિયા રહ્યા છે.