બજાર » સમાચાર » પરિણામ

શ્રી સિમેન્ટ: નફો 41.6% વધ્યો, આવક 23.1% વધી

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 16:28  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં શ્રી સિમેન્ટનો નફો 41.6 ટકા વધીને 333.3 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં શ્રી સિમેન્ટનો નફો 235.4 કરોડ રૂપિયા રહ્યો હતો. શ્રી સિમેન્ટ 20 રૂપિયા પ્રતિ શેરના ડિવિડેન્ડની જાહેરાત કરી છે.

નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં શ્રી સિમેન્ટની આવક 23.1 ટકા વધીને 2296.2 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં શ્રી સિમેન્ટની આવક 1864.6 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં શ્રી સિમેન્ટના એબિટડા 490.2 કરોડ રૂપિયાથી વધીને 569.6 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં શ્રી સિમેન્ટના એબિટડા માર્જીન 26.3 ટકાથી ઘટીને 24.8 ટકા રહ્યા છે.