બજાર » સમાચાર » પરિણામ

સાઉથ ઈન્ડિયન બેન્કનો નફો 3.2% વધ્યો, વ્યાજ આવક પણ વધી

ના રોજ પ્રકાશિત Tue, 09, 2018 પર 12:54  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં સાઉથ ઈન્ડિયન બેન્કનો નફો 3.2 ટકા વધીને 115 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં સાઉથ ઈન્ડિયન બેન્કનો નફો 111.4 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં સાઉથ ઈન્ડિયન બેન્કની વ્યાજ આવક 22 ટકા વધીને 509.4 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં સાઉથ ઈન્ડિયન બેન્કની વ્યાજ આવક 417.5 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં સાઉથ ઈન્ડિયન બેન્કના ગ્રૉસ એનપીએ 3.57 ટકાથી મામૂલી ઘટીને 3.4 ટકા રહ્યા છે. જો કે ક્વાર્ટરમાં આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં સાઉથ ઈન્ડિયન બેન્કના નેટ એનપીએ 2.57 ટકાથી મામૂલી વધીને 2.35 ટકા રહ્યા છે.

રૂપિયામાં એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં સાઉથ ઈન્ડિયન બેન્કના ગ્રૉસ એનપીએ 1766.3 કરોડ રૂપિયાથી વધીને 1774.6 કરોડ રૂપિયા રહ્યા છે.