બજાર » સમાચાર » આજનો વેપાર

આ સમાચારોમાં છે દમ, શેરોમાં જરૂર દેખાશે અસર

ના રોજ પ્રકાશિત Tue, 21, 2017 પર 08:39  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બાલાજી અમાઇન્સ/આરસીએફ -
પેન્ટ્સ-ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગી કેમિકલ્સ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગી શકે. ચીન અને તુર્કીથી સસ્તા આયાત થતા કેમિકલ્સ પર ડ્યુટી સંભવ. બાલાજી એમાઇન્સ અને આરસીએફ દ્વારા કરવામાં આવી હતી અરજી. સ્થાનિક કંપનીઓના હિતને જોતાં ડીજીએડી નિર્ણય લઈ શકે.

સ્ટ્રાઇડ્સ શાસુન -
બોર્ડ દ્વારા સિક્વન્ટ સાયન્ટિફિક અને એસએસએલ ફાર્મા સાથેનું રિસ્ટ્રક્ચરિંગ મંજૂર. સ્ટ્રાઇડ્સ શાસુનના શૅર હોલ્ડર્સને 6 શૅર્સ બદલ એક એસએસએલ ફાર્માનો શૅર મળશે. પહેલી ઑક્ટોબરે કંપનીના આ એપીઆઈ કારોબારને ડિમર્જ કરાશે. એસએસએલ ફાર્માને બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ કરવામાં આવશે.

સીએન્ડસી કંસ્ટ્રક્શન -
ઈપીઆઈ સાથેના જોઇન્ટ વેન્ચરને સરકારથી રૂપિયા 1518 કરોડનો ઓર્ડર મળ્યો. બીએસસી સાથેના જોઇન્ટ વેન્ચરને બિહારમાં રૂપિયા 1493.4 કરોડનો ઓર્ડર. બિહારમાં 5 રોડ પ્રોજેક્ટ્સ માટે જેવીને ઓર્ડર મળ્યો.

ડિવિઝ લેબ -
અન્ય ટોપ સ્ટૉક્સ જોઈએ તો ડિવીઝ લૅબ્સમાં આજે ઘટાડો દેખાઈ શકે. કંપનીના વિશાખાપટ્ટનમ પ્લાન્ટના યુનિટ-2ને યુએસએફડીએ દ્વારા ઇમ્પોર્ટ અલર્ટમાં મૂકવામાં આવ્યું છે. ડિસેમ્બરમાં આ યુનિટની તપાસ કરવામાં આવી હતી. કંપની દ્વારા જોકે કહેવામાં આવ્યું છે કે ઘણી અગત્યની પ્રોડક્ટ્સનો આ ઇમ્પોર્ટ અલર્ટમાં સમાવેશ નથી કરાયો. સાથે જ તેમણે કહ્યું છે કે વધુ માહિતી મળ્યા બાદ તેઓ આગળ પગલાં લેશે.

આઈએલએન્ડએફએસ એન્જીનિયર -
આઈએલએન્ડએફએસ એન્જિનિયરિંગ ફોકસમાં રહેશે. કંપનીને દીન દયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના હેઠળ ઝારખંડ સરકાર તરફથી ગ્રામ્ય વિસ્તારના વિજળીકરણ માટે 222.7 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે.

જેએન્ડકે બેન્ક -
જેએન્ડકે બેન્ક પણ ફોકસમાં રહેશે.. બેન્કે જમ્મુ-કાશ્મીર સરકારને પ્રેફરેન્શિયલ ધોરણે 3.65 કરોડ શૅર્સ ફાળવ્યા છે. 68.4ના ભાવે આ અલોટમેન્ટ કરવામાં આવ્યું છે.

ઑયલ ઈન્ડિયા -
ઓઇલ ઇન્ડિયા પણ બાયબૅકના સમાચારને લીધે ફોકસમાં છે. કંપની બોર્ડે 4.49 કરોડ શૅર્સ 340 રૂપિયા પ્રતિશૅર પર બાયબૅકને મંજૂરી આપી છે. બાયબૅકની સાઇઝ 1527 કરોડ રૂપિયા રહેશે. જોકે ગઈ કાલના ક્લોઝિંગ ભાવથી બાયબૅકની પ્રાઇસ ખાસ પ્રીમિયમ પર નથી.

વરૂણ બેવરેજીસ -
વરૂણ બેવરેજીસ પર સીએલએસએ દ્વારા ખરીદીની સલાહ સાથે કવરેજ શરૂ કરવામાં આવ્યું છે.. તેમણે લક્ષ્યાંક 540 રૂપિયા પર નક્કી કર્યો છે. ગઈ કાલના ક્લોઝિંગ સામે 30 ટકાનો ઉછાળો સ્ટૉકમાં આવી શકે એમ સીએલએસએનું માનવું છે. નાના માર્કેટ્સમાં ગ્રોથની સંભાવના ઘણી છે અને બેલેન્સશીટ મજબૂત છે એમ સીએલએસએ એ કહ્યું છે.

ફ્યુચર એન્ટરપ્રાઇઝીસ -
ફ્યુચર એન્ટરપ્રાઇઝીસે 375 કરોડ રૂપિયાના ઋણને રિકવર કર્યું છે. જેના માટે કંપનીએ 352 કરોડ રૂપિયાના નૉન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ જાહેર કર્યા છે.

આઇડિયા સેલ્યુલર -
અને અંતે આઇડિયા પર સીએલએસએ દ્વારા વોડાફોન સાથેના મર્જરની ખબર બાદ પણ વેચવાલીની સલાહ યથાવત રાખવામાં આવી છે. તેમણે લક્ષ્યાંક પણ 100 રૂપિયાથી ઘટાડી 90 રૂપિયા કર્યો છે. તેમણે ટૂંકાગાળાના રિસ્કને જોતાં આવક અને એબિટડાનું અનુમાન 2થી 27 ટકા જેટલું ઘટાડ્યું છે.