બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

એમરીકી બજારમાં તેજી, ડાઓ જોન્સ રેકોર્ડ ઊંચાઇ પર બંધ

ના રોજ પ્રકાશિત Thu, 15, 2017 પર 08:02  |  સ્ત્રોત : CNBC-Bajar

યુએસ ફેડે વ્યાજ દરોમાં 0.25%નો વધારો કર્યો. આ વર્ષે ક્યૂઈ દરમિયાન ખરીદેલા બોન્ડ્સ વેચશે ફેડરલ રિઝર્વ. રેકોર્ડ ઊંચાઇ પર બંધ ડાઓ જોન્સ. USમાં ભંડાર વધવાથી કાચા તેલમાં જોરદાર ઘટાડો. કાચા તેલમાં 4% નો ઘટાડો, 7 મહિનાના નીચલા સ્તર પર. બ્રેન્ટ ક્રૂડમાં $47 પ્રતિ બેરલ નીચે કારોબાર. દરોમાં વધારાથી સોનાને ટેકો,  $1276 પ્રતિ ઔંસને પાર.

વૈશ્વિક બજારના કારોબાર જોઈએ તો અનુમાન મુજબ જ ફેડરલ રિઝર્વ દ્વારા ગઈ કાલે વ્યાજદરમાં પા ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. બેઠક બાદ ફેડરલ રિઝર્વ ચૅરપર્સન જેનેટ યેલને કહ્યું હતું કે સારા આર્થિક સંકેત અને જોબ ડેટા બાદ ભરોસો વધ્યો છે અને એ કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.. સાથે જ ફેડરલ રિઝર્વે આ વર્ષે QE દરમિયાન ખરીદેલા બોન્ડ્સની વેચવાલી શરૂ કરવાના પણ સંકેત આપ્યા છે..