બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

વૈશ્વિક બજારોના સંકેત પર નજર

ના રોજ પ્રકાશિત Wed, 17, 2017 પર 07:56  |  સ્ત્રોત : CNBC-Bajar

વૈશ્વિક બજારોથી મળી રહેલા સંકેતો જોઈએ તો ડાઓ ફ્યુચર્સમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. એને લીધે એશિયામાં પણ નરમાશ જોવા મળી રહી છે. ડૉનલ્ડ ટ્રમ્પે રશિયા સાથે અમુક ગુપ્તચર સાથે સંકળાયેલી બાબતો શૅર કરવાની વાત સ્વીકારી છે. આ કારણે જાણકારો માને છે કે આર્થિક રિફોર્મ્સ પરનું ફોકસ હટીને રાજનૈતિક અનિશ્ચિતતા તરફ જશે અને એના લીધે ઘટાડા સાથે કારોબાર છે. ગઈ કાલના ટ્રેડિંગ પર નજર કરીએ તો ડાઓ પર દબાણ રહ્યુ પરંતુ નાસ્ડેકમાં સતત ત્રણ દિવસથી તેજી યથાવત રહી છે.

ઇન્ટ્રાડેમાં એસએન્ડપીમાં નવી ઊંચાઇ જોવા મળી હતી. ડૉલરમાં નબળાઇ યથાવત રહી છે. ડૉલર ઇન્ડેક્સ 98ની નજીક પહોંચી ગયો છે. હેલ્થકેર શૅર્સ પર પણ દબાણ જોવા મળ્યું હતુ. પ્રોડક્શન ઘટવા છતાં પણ ક્રૂડમાં ફ્લેટ કારોબાર રહ્યો હતો. હવે 25મીએ ઓપેક બેઠક પર વૈશ્વિક બજારોની નજર રહેલી છે. આવતી કાલે જાપાન પહેલા ત્રિમાસીકના GDP આંકડા જાહેર થશે એ પહેલાં યેન મજબૂત હોવાથી નિક્કેઇમાં અડધા ટકાથી વધુ ઘટાડો છે.