બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

વૈશ્વિક બજારોના સંકેત પર નજર

ના રોજ પ્રકાશિત Thu, 18, 2017 પર 07:59  |  સ્ત્રોત : CNBC-Bajar

આજની ઓપનિંગ માટે વૈશ્વિક બજાર તરફથી જોરદાર ઘટાડાના સંકેત મળી રહ્યા છે. અમેરિકામાં ડૉનલ્ડ ટ્રમ્પની સત્તા ખતરામાં છે અને આ રાજનૈતિક ટેન્શનથી અમેરિકન માર્કેટમાં તેજી ગૂમ થઈ હતી. ડાઓમાં દોઢ ટકાથી વધુ 370 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. ડૉનલ્ડ ટ્રમ્પે એફડીઆઈના કામકાજમાં કરેલી દખલગીરી અને રશિયા સાથેના ઇન્ટેલિડજન્સ વ્યવહાર મામલે સખ્તીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્વતંત્ર તપાસની માંગણી તેમના પક્ષ રિપબ્લકીનમાંથી જ આવી રહી છે.

એટલે કે ટૂંકાગાળે હજી આ મામલો માર્કેટ્સની ચાલ પર હાવી રહેશે એ ચોક્કસ કહી શકાય. ઇક્વિટી માર્કેટ્સમાં થયેલા ઘટાડાને પગલે ગઈ કાલે સોનામાં દોઢ ટકાને પાર વધારો નોંધાયો હતો. ડૉલર પણ 97.5ના સ્તરની નીચે પહોંચી ગયો છે. યુએસમાં કાચા તેલના ઉત્પાદનમાં કાપના કારણે કાચા તેલના ભાવ વધ્યા છે. ઓપેકની બેઠક પર માર્કેટનું ફોકસ રહેશે. જોકે હાલ તો એશિયામાં અમેરિકાથી મળેલા સંકેતને લીધે જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. નિક્કેઇ દોઢ ટકાથી વધુ ઘટ્યો છે, જ્યારે એસજીએક્સ નિફ્ટીમાં અડધા ટકાથી વધુ નરમાશના સંકેત આપી રહ્યો છે.