બજાર » સમાચાર » યૂ.ઍસ. માર્કેટ

અમેરિકી બજારોમાં તેજ ઘટાડો, બૉન્ડ યીલ્ડ 3% ની પાર

ના રોજ પ્રકાશિત Wed, 16, 2018 પર 08:12  |  સ્ત્રોત : CNBC-Bajar

વ્યાજ દર વધવાના ડરથી અમેરિકી બજારોમાં તેજ ઘટાડો જોવાને મળ્યો છે. યૂએસ બૉન્ડ યીલ્ડ 3 ટકાની પાર નિકળી ગઈ છે. બૉન્ડ યીલ્ડ 2011 ની બાદ સૌથી ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે. બૉન્ડ યીલ્ડ વધવાથી વ્યાજ દર વધવાના ડર વધી ગયા છે.

મંગળવારના કારોબારી સત્રોમાં ડાઓ જોંસ 193 અંક એટલે કે 0.8 ટકાના ઘટાડાની સાથે 24706.4 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 59.7 અંક એટલે કે 0.8 ટકા ઘટીને 7351.6 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 18.7 અંક એટલે કે 0.7 ટકાની નબળાઈની સાથે 2711.5 ના સ્તર પર બંધ થયા છે.