Gold Price:યુએસ બેંકિંગ કટોકટી અને મંદીની ચર્ચાઓ વચ્ચે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવાર, 20 માર્ચે, ભારતમાં સોનાના ભાવ રૂ. 60,000ના આંકને વટાવીને તેની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયા હતા. સોમવારે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો વાયદો 1.5% વધીને રૂ. 60,274 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો.