કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસની વરિષ્ઠ નાગરિક બચત યોજના પર ચૂકવવામાં આવતા વ્યાજમાં વધારો કર્યો છે. આ વધેલા વ્યાજ દરો 1 એપ્રિલ 2023થી જ લાગુ થઈ ગયા છે. આ ફેરફારની સીધી અસર યોજના અપનાવનારા વરિષ્ઠ નાગરિકો પર પડશે. આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં વ્યાજ દરમાં ફેરફારની સાથે જમા કરાવવાની રકમમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.