બજાર » સમાચાર » મ્યુચ્યુઅલ ફંડ

મ્યુચ્યુઅલ ફંડ મારફતે રોકાણ શા કારણે કરવું જોઈએ?

ફંડ મેનેજરો સતત રોકાણવ્યૂહરચનાના અમલ માટે જવાબદાર હોય છે, જે ફંડના લક્ષ્યને દર્શાવે છે. માહિતગાર રોકાણ નિર્ણય લેવા માટે ફંડ મેનેજરો બજારના અને અર્થવ્યવસ્થાના ટ્રેન્ડ પર નજર રાખે છે અને સિક્યુરિટીઝનું વિશ્લેષણ કરે છે.
ના રોજ પ્રકાશિત Fri, 21, 2014 પર 11:14  |  સ્ત્રોત : Moneycontrol.com

પ્રોફેશનલ્સ મની મેનેજમેન્ટ

ફંડ મેનેજરો સતત રોકાણવ્યૂહરચનાના અમલ માટે જવાબદાર હોય છે, જે ફંડના લક્ષ્યને દર્શાવે છે.  માહિતગાર રોકાણ નિર્ણય લેવા માટે ફંડ મેનેજરો બજારના અને અર્થવ્યવસ્થાના ટ્રેન્ડ પર નજર રાખે છે અને સિક્યુરિટીઝનું વિશ્લેષણ કરે છે.

વૈવિધ્યકરણ

વૈવિધ્યકરણ (ડાઈવરસિફિકેશન)એ જોખમઘટાડવાનું ઉત્તમ સાધન છે.  મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને તેમના રોકાણની જરૂરિયાત પ્રમાણે અસક્યામતોમાંથી વૈવિધ્યકરણ કરવા માટેની તક પુરી પાડે છે. 

લિક્વિડિટી (પ્રવાહિતતા)

રોકાણકાર તેનો મ્યુચ્યુઅલ ફંડ એકમ કોઈ પણ કામકાજના દિવસે વેચી શકે છે અને ટૂકા સમયગાળામાં (સામાન્ય પણે 3-5 દિવસ) તેમના રોકાણ પર વર્તમાન બજાર મૂલ્યને પ્રાપ્ત કરી શકે છે.