બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂઃ ક્યા કરવું રોકાણ?

ના રોજ પ્રકાશિત Sat, 25, 2015 પર 12:35  |  સ્ત્રોત : Moneycontrol.com

આજે વાત આપણે વાત કરશું મુંબઈના બે હોટ વિસ્તારની ચેંબુર અને ઘાટકોપરના પ્રોપર્ટીના કયા પ્રકારના ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે અને સાથે એના કયા પરિબળો જે આ વિસ્તારમાં પ્રોપર્ટીના ભાવને મુખ્યત્વે અસર કરી રહ્યા છે. તો એના પર ખાસ ચર્ચા કરવા ઈઝીટૂઓનએસ્ટેટના ડાયરેક્ટર પરેશ કારિયાનું જોડાયા છે.

પરેશ કારિયાનું કહેવું છે કે સરકાર દ્રાર ડીપી પ્લાન રદ્દ કરાયો તે એક સારૂ પગલું લેવાયું છે. નવો મુંબઈ ડીપી પ્લાનને 6 માસનો સમય લાગી શકે છે. સરકારે નવા પ્લાનમાં જુની ભુલોને ધ્યાનમાં રાખવી પડશે. ઘાટકોપર અને ચેંબુરના વિસ્તારમાં ગુજરાતી વસ્તી ઘણી વધી ગઈ છે. ઘાટકોપર અને ચેંબુરના વિસ્તારમાં ઘણો વિકોસ થયેલો છે. ક્નેક્ટીવીટીના પગલે ઘાટકોપર-ચેંબુર વિસ્તાર ઘણો સારો થયો છે. ઘાટકોપરમાં મેટ્રોને કારણે ક્નેક્ટીવીટીમાં ઘણો ફાયદો થયો છે.

પરેશ કારિયાના મુજબ ઘાટકોપર અને ચેંબુરના વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં ભાવ ઘણાં વધ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ઘણાં પ્રોજેક્ટ્સ આવી ગયા છે. છેલ્લા પાંચ વર્ષમાં ઘાટકોપરમાં ભાવમાં બમણાથી વધુનો વધારો થયો છે. ઘાટકોપર વિસ્તારોમાં મંદિરો અને મોલ સુવિધાઓનું સુખ જેના કારણે પણ ભાવ પર અસર થઈ રહી છે.

પરેશ કારિયાના મતે નવી બિલ્ડિંગ હાઈ-વે સાઈડ પર જોવા મળી છે. હવે ઘાટકોપરમાં નવા બિલ્ડિંગને 21 માળની પરવાનગી આપવામાં આવી છે. રિડેવલપમેન્ટનું કામ પણ ઘણી ગતિમાં ચાલી રહ્યું છે.

સવાલ: કાર્પેટ એરિયા, બિલ્ટ અપ એરિયા અને સુપર બિલ્ટ અપ એરિયા વચ્ચેનો ભેદ સમજાવો? આ એરિયા ગણતરી કેવી રીતે કરવી? જો કાર્પેટ એરિયા 500 ફીટ હોય તો બિલ્ટ અપ એરિયા કેટલી ગણી શકાય?

પરેશ કારિયાઃ  કાર્પેટ એરિયા એટલેકે હકીકતમાં જે જગ્યા છે તે. કાર્પેટ એરિયા એટલેકે રહેનાર જે જગ્યાનો ઉપયોગ કરે છે તે. બિલ્ટ અપ એરિયામાં બાંધકામનો પણ સમાવેશ થાય છે. સુપર બિલ્ટ અપ એરિયા એટલેકે કાર્પેટ એરિયા, બાંધકામ, એપાર્ટમેન્ટનો કુલ વિસ્તાર આવી જાય છે. વેચાણની કુલ જગ્યાના 60% કાર્પેટ એરિયા મળે છે.

સવાલ: પુણેમાં એક 3 બીએચકે વિલા અથવા તો 3 બીએચકે એપાર્ટમેન્ટ ખરીદરવાની ઈચ્છા છે. પુણેના વિકલ્પ કરીકે અમદાવાદની પસંદગી છે. બજેટ 1 કરોડ રૂપિયામાં હોય તો તેવામાં શું કરવું સલાહ આપો?

પરેશ કારિયા: 1 કરોડ રૂપિયાના બજેટમાં પુણેમાં રોકાણ વધુ સારૂ છે. પનવેલમાં એરપોર્ટને કારણે પણ પુણે વધુ આકર્ષક છે. પુણેમાં વાકડમાં રોકાણ કરી શકાય છે. પુણેમાં વાકડ, ભાલેવાડીમાં રોકાણ કરી શકાય છે.