બજાર » સમાચાર » આજનો વેપાર

જાણો ક્યાં શેરોમાં રહેશે આજે હલચલ

ના રોજ પ્રકાશિત Thu, 21, 2015 પર 08:40  |  સ્ત્રોત : Moneycontrol.com

શેરો પર દાવ લગાવો સખ્ત ચુનોતી અને જોખમ ભર્યુ કામ છે. આમા આ વાતને લઈને સંશયની સ્થિતી બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

આજના પરિણામ
આજે બજાજ ઑટો, બજાજ હોલ્ડિંગ્સ, બ્રિટાનિયા, સીઈએસસી, ઈક્રા, ઈન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ, કલ્યાણી સ્ટીલના ચોથા ક્વાર્ટરના પરિણામ જાહેર થવાના છે.

કેડિલા હેલ્થ, ક્લેરિસ લાઈફ
કેડિલા હેલ્થ ક્લેરિસ લાઈફના સ્ટેરીલ ઈન્જેક્ટેબલ બિઝનેસને હસ્તગત કરી શકે છે. કેડિલા હેલ્થ દ્રારા મોટા પ્રીમીયમ સાથે ડિલ માટે 3100-3400 કરોડ ચૂકવાઈ શકે છે. શેરહોલ્ડર્સ દ્રારા 10,000 કરોડ રૂપિયાના શેર્સને ક્યૂઆઈપી દ્રારા જાહેર કરવાની મંજૂરી મળી છે.

યુનાઈટેડ સ્પિરિટ્સ
મોનિટાઈઝેશન સ્ટ્રેટેજી રૂપે કંપની દ્રારા પ્રોપર્ટીનું વેલ્યુએશન કરાવાશે. પ્રોપર્ટી કન્સલટન્ટ દ્રારા ભારત અને વિદેશી પ્રોપર્ટીનું વેલ્યુએશન કરાશે. પ્રોપર્ટીના વેચાણથી 300 કરોડ રૂપિયા જેટલા ઉભા કરાઈ શકે જે દેવું ઓછું કરવા મદદરૂપ થશે.


એનટીપીસી, એલસ્ટોમ
એલસ્ટોમ-એનટીપીસીને જીએસઈસીએલથી 206 કરોડ રૂપિયાનો ઑર્ડર મળ્યો છે.

જૈન ઈરિગેશન ડીવીઆર
મેક્સ ન્યુયોર્ક લાઈફ ઈન્શ્યોરન્સ કંપની દ્રારા 1.05 લાખ શેર્સ 40.18 રૂપિયા પ્રતિ શેરના ભાવે વેચ્યા છે.