બજાર » સમાચાર » આજનો વેપાર

જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

ના રોજ પ્રકાશિત Mon, 15, 2015 પર 09:02  |  સ્ત્રોત : Moneycontrol.com

શેરો પર દાવ લગાવો સખ્ત ચુનોતી અને જોખમ ભર્યુ કામ છે. આમા આ વાતને લઈને સંશયની સ્થિતી બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ટાટા મોટર્સ
વર્ષ દર વર્ષના આધાર પર મે મહિનામાં ગ્રુપનું ગ્લોબલ હોલસેલ વેચાણ 77,575ના પ્રમાણમાં 79,244 યૂનિટ્સ રહ્યું. વર્ષ દર વર્ષના આધાર પર જેગુઆર ગ્લોબલ હોલસેલ વેચાણ 6484ના પ્રમાણમાં 7347 યુનિટ્સ રહ્યું છે.

ટાટા પાવર, આર ઈન્ફ્રા
દિલ્હીમાં વિજળીમાં ભાવ 6% વધાર્યા અને આ ભાવ આજથી લાગૂ થશે.

એબી કેમિકલ
જયશ્રી કેમિકલ્સ 107 એકરની જમીન ટ્રાન્સફર કરશે.

એનટીપીસી
કોલ્ડમ હાઈડ્રો પાવર પ્રોજેક્ટના 200 મેગાવૉટના 4 યુનિટ્સ ચાલૂ કરાયા.

કાવેરી સીડ
આરબીઆઈના જણાવ્યા મુજબ એફઆઈઆઈએસ કંપનીમાં 49% સુધીનું રોકાણ કરી શકે છે.

સુતલેજ ટેક્સટાઈલ્સ
સીસીઆઈએ ચંબલ ફર્ટિલાઈઝરની મિલ ખરીદવાની મંજૂરી આપી દીધી છે.

ઈરોઝ, હેથવે, આર કોમ
ડેન નેટવર્ક્સ, ઈરોઝ, હેથવેના એફડીઆઈ દરખાસ્ત પર એફઆઈપીબીની બેઠક ચાલી રહી છે.