બજાર » સમાચાર » મ્યુચ્યુઅલ ફંડ નિષ્ણાંત

ઈક્વિટીઝમાં રોકાણ કરવા માટેનો ખરો રસ્તો કયો છે ?

ના રોજ પ્રકાશિત Tue, 04, 2014 પર 17:17  |  સ્ત્રોત : Moneycontrol.com

- રોહિત શાહ


ઈક્વિટી બજારમાં તમે ઘણી બધી રીતે રોકાણ કરી શકો છો. દા.. તમે સીધેસીધા ઈક્વિટી શેરો ખરીદો, મ્યુચ્યુઅલ ફંડ ખરીદો, પોર્ટફોલીયો મેનેજમેંટ યોજનાઓ માટે સાઈન અપ કરો અથવા F&O દ્વારાકરો. અમે હંમેશા અમારા ગ્રાહકોને એક મહત્વપૂર્ણ વ્યૂહ રચનાના ભાગ રૂપે લાંબા ગાળા માટે મ્યુચ્યુઅલ ફંડના માધ્યમ દ્વારા શેરોમાં રોકાણ કરવા અંગે ભલામણ કરીએ છીએ. આ રહી એ પદ્ધતિ કે જેના ઉપયોગ અંગે અમે આપને સૂચવીએ છીએ.


  1. તમારા લક્ષ્ય આધારિત રોકાણની ગોઠવણી કરો:તમારા રોકાણોનો ઉદ્દેશ અને સમયગાળો નક્કી કરો. ઈક્વીટી MFsએ માત્ર લાંબા ગાળા માટે અનુકૂળ છે. દા.ત. 5 વર્ષ કે તેથી વધુ. લક્ષ્ય આધારિત રોકાણ એ પોર્ટફોલિયોના ઘડતર માટેનો ઉત્તમ રસ્તામાંનો એક રસ્તો છે.
  2. જોખમો સ્વીકારવાની ક્ષમતા નિર્ધારણ કરો :ઈક્વિટી રોકાણો એ બજારના જોખમોને સાથે લઈને આવે છે. તમારે ઈક્વિટીમાં રોકાણ ન કરવું જોઈએ, ખાસ કરીને ટૂંકા સમયગાળા માટે, જો તમે બજારમાં શેરોના ભાવમાં થનારા ચઢાવ - ઉતાર અને એના કારણે મૂડી ગુમાવવાની શક્યતાઓ સર્જાય એવી બાબતો માટે આર્થિક દૃષ્ટિએ સક્ષમ ન હોવ તો. તમે ઈંટરનેટ પર ઉપલબ્ધ એવા Risk Profiling સાધનોનો ઉપયોગ કરી શકો છો. તમે તમારી વય, જોખમ અંગેની પ્રોફાઈલ તેમજ લક્ષ્ય અંગેની આવશ્યકતાઓના આધાર પર ઈક્વિટીમાં પ્રવેશવાનું નક્કી કરી શકો છો.
  3. તમારા એમ.એફ. પોર્ટફોલિયોની રૂપરેખા તૈયાર કરો: અમે સામાન્ય રીતે સક્રિય વિશાળ મૂડીના ઈક્વિટી MFs ભલામણ કરીએ છીએ. તમારી જોખમો સ્વીકારવા અંગેની મનોવૃત્તિ પર આધારિત, તમે મધ્યમ તેમજ ટૂંકી મૂડીના MFs. પણ રોકી શકો છો. વધારામાં  તમારા MF. પોર્ટફોલિયોના ચોક્કસ ક્ષેત્ર પર 10% સુધી એક એક્સપોઝર લેવાનું નક્કી કરો. આદર્શ રીતે જોઈએ તો તમારે 4 - 5 થી વધુ MFs રોકાણ ન કરવું જોઈએ. કેટલાક નિષ્ણાતો નિમ્ન ખર્ચ માળખા તેમજ બજાર સાથે જોડાયેલ વળતર પર આધારિત ફંડની (Index MFs) ગોઠવણી કરવાનું પસંદ કરે છે.
  4. ઉત્તમ દેખાવકરનારા MFs.ને ઓળખો: તમે તમારા માટે સંશોધન હેતુ તેમજ ખરી યોજના પસંદ કરવા માટે www.valuereserachonline.com ની અથવા www.morningstar.in ની મુલાકાત લઈ શકો છો. એક અન્ય અભિપ્રાય આપવા માટે તમે બન્ને સાઈટ પર રેંકિંગની સરખામણી કરો. તમારા આર્થિક આયોજક પાસે આ અંગે સંશોધન કરવા માટેના સાધનો તેમજ વધુ સારી સમજણ હોઈ શકે છે.યાદ રાખો કે ભૂતકાળમાં કરેલો દેખાવ એ ભવિષ્યની કામગીરીની કોઈ ખાતરી આપતો નથી. એવા AMCs.ને વળગી રહો કે જેની પાસે લાંબો તેમજ સ્થાયી ટ્રેક રેકોર્ડ હોય અને જેની પાસે શ્રેષ્ઠ દેખાવકારી યોજનાઓની સારી સંખ્યા હોય.            
  5. એસ.આઈ.પી. દ્વારા રોકાણ કરો અને એસ.ડબલ્યૂ.પી. દ્વારા ઉપાડ કરો : એસ.આઈ.પીસ.નું ઉચ્ચાલન (સીસ્ટેમેટીક ઈંવેસ્ટમેંટ પ્લાન- પદ્ધતિસર રોકાણની યોજના) એ ઈક્વિટીસમાં સફળતાપૂર્વક રોકાણકરવામાટેનીમહત્વપૂર્ણછે.  ઓછામા ઓછુ 3 વર્ષ માટે એસ.આઈ.પી. દ્વારા રોકાણ કરો અને 5 વર્ષ સુધી રોકાણને પકડીરાખો. જ્યારેતમારેઉપાડકરવોહોયત્યારેફરીથીએસ.ડબલ્યૂ.પીસ. નોઉપયોગકરો(સીસ્ટેમેટિક વિથડ્રોઅલ પ્લાંન - પદ્ધતિસર ઉપાડ યોજના). અમે તમારો આર્થિક લક્ષ્યાંક ચુકવવા પાત્ર થાય એના એક અથવા બે વર્ષ પહેલા  એસ.ડબલ્યૂ.પી.ની શરૂઆત કરવાનીઆપને ભલામણ કરીએ છીએ. વેરાઓને તમારા ધ્યાનમાં રાખો.  
  6. તમારા MF. પોર્ટફોલિયો પર નિયમિત ચકાસણી કરવાનું રાખો : દર છ મહિને તમારા MFsને ખરીદો, ટકાવી રાખો અથવાવેચી દો પ્રકારનું રેટિંગ આપવાનું રાખો. તેમ છતાં વારંવાર તમારા પોર્ટફોલિયોમાં આડેધડ રોકાણ ઉમેરવાનું ટાળો. જો તમારું ફંડ સારી રીતે કામગીરી ન કરતું હોય તો તમારે એસ.આઈ.પી. અટકાવી દેવું જોઈએ.. તમારે જોખમ (અસ્થિરતા) પણ ચકાસવું જોઈએ. રોકાણ કરવાનું ચાલુ રાખો જો તમારું ફંડ તમને સરેરાશ શ્રેણી કરતાં વધુ પ્રમાણમાં વળતર આપી રહ્યું હોય અને તમે બજારના ચઢાવ - ઉતાર સાથે આરામદાયક અનુભવ કરી રહ્યા હો તો. અમે એવું માનીએ છીએ કે 12% સી.એ.જી.આર. એ આજના યુગમાં ઈક્વિટી MFs. પ્રત્યે જેટલી અપેક્ષા હોવી જોઈએ એના પ્રમાણમાં યોગ્ય વળતર છે.
  7. નિષણાતની સેવા ભાડે લો : ઈક્વીટીમાં રોકાણ એ કોઈ રોકેટ વિજ્ઞાન નથી. તમારે એક સારી એવી શરૂઆત કરવા માટે ઉપર જણાવ્યા તે મુજબના પગથીયા અનુસરવા પડે છે. એમ કહી શકાય કે જો તમે સમયનો ભોગ આપી શકવા માટે સક્ષમ ન હો તો અથવા તમારી પાસે વિશાળ કદનો પોર્ટફોલિયો હોય તો બહારના સ્રોત દ્વારા કરાવી શકાય એવું આ કામ તમે આર્થિક આયોજકને આપવાનું નક્કી કરો.
  8. તંત્ર - વ્યવસ્થા : ઓનલાઈન વ્યવહાર કરવા માટે પ્રવેશ મેળવવા હેતુ સમયનું રોકાણ કરો અને માસિક ઈ - મેલના માધ્યમ દ્વારા તમારા ફંડ હાઉસ પાસેથી અપડેટ મેળવતા રહો. તમારે એ માટે વધારાના ફોર્મ ભરવાના થઈ શકે છે. આમ તમે ચારેબાજુ દોડાદોડી કરવામાંથી ઘણીબધીરીતેબચીજઈશકોછો.

તમારું રોકાણ સુખદ બની રહો !