બજાર » સમાચાર » મ્યુચ્યુઅલ ફંડ નિષ્ણાંત

શ્રીમાન મ્યુચ્યુઅલ ફંડની વાર્તા

ના રોજ પ્રકાશિત Mon, 19, 2014 પર 12:35  |  સ્ત્રોત : Moneycontrol.com

રોહિત શાહ


હેલ્લો, મારું નામ શ્રીમાન મ્યુચ્યુઅલ ફંડ છે.
હું આપને ધનવાન બનવામાં મદદ કરું છું. આપ મને ઘણી બધી રીતે ખરીદી શકો છો. જો આપ મારી સાથે લાંબા સમય સુધી રહેશો તો આપને એનો બદલો હું ઉદારતાથી આપીશ. હું ઝડપથી વૃદ્ધિ પામું છં અને આપનો વેરો બચાવુ છં. હું એક ઉત્પાદકીય સંપત્તિ છં. શ્રેષ્ઠતમ સદ્ધિઓ પ્રાપ્ત કર્યાની મારી લાંબી યાદી છે.

હું જાણું છું કે હું આપનો માનીતો નથી
આપ વિચારો છો કે પાછલા કેટલાક વર્ષોમાં ઈક્વિવટીએ સારું વળતર આપ્યું નથી. આપ શ્રીમાન ફિક્સ્ડ ડીપોઝીટ્સને અને શ્રીમાન સુવર્ણને પ્રેમ કરો છો. પરંતુ એ યાદ રાખો કે જ્યારે આપ ફુગાવા કરતાં પણ વધુ કમાઓ છો અને વેરાની બચત કરો છો ત્યારે આપ ખરી રીતે સંપત્તિનું સર્જન કરો છો. આપના માનીતા કોઈ પણ અન્ય રોકાણો કરતાં મેં ઘણી વધુ સારી વાસ્તવિક આવકનું સર્જન કર્યુ છે. આપ કોઈ ચોક્કસ સમયગાળા તરફ જુઓ છો અને કહો છો કે મેં ખરાબ કામ કર્યુ છે. વાંધો નહી. હું આપના માટે સંપત્તિનું સર્જન કરવાનું ચાલુ રાખીશ. હું આપને પ્રેમ કરું છું.

હું એક રહસ્ય જાણું છું
આપ બોટમાં બેસવાનું ચુકી ગયા છો પરંતુ દરેક જણ માટે એવું બનતું નથી. તો શ્રીમાન હોંશિયાર રોકાણકર્તાએ સાચી રીતે કામ કર્યું છે. તેણે મને સમજવાના પ્રયત્નો કર્યા છે, તેણે તેની વધારાની આવક, લક્ષયાંકો અને ફર્ક પ્રોફાઈલના આધારે તેના પોટાફોલલયોને તૈયાર કર્યો છે, તેણે SIP નો ઉપયોગ કયો છે, તેણે લક્ષયાંકો માટે રોકાણ કર્યું છે અને તેણે નિયમિત રીતે મારી પુન: તપાસ કરી છે. આભાર મારા મિત્ર શ્રીમાન કમ્પાઉંડીંગ મેજિકનો, કે જેના થકી આપની સંપત્તિની વૃદ્ધિ કરવામાં હું આપને મદદ કરી રહ્યો છું.

આપના માટે લાભકર્તા
હવે મને મારી જાતને વેચવાનું પસંદ નથી પરંતુ એના વિના આપ બધી બાબતોને સમજરતા નથી. મને કેટલાક સુંદર પાસાંઓ વિશે આપને કહેવા દો. જ્યારે આપ મારામાં રોકાણ કરો છો ત્યારે એમાં પ્રવેશ કરવા માટે કોઈ બોજ (Entry Load) હોતો નથી. જો આપ સંશોધન કરો અને આપની જાતે કાર્યરત થાઓ તો આપ સીધે સીધા મારામાં રોકાણ (Direct Plan) કરવા માટે અને એ રીતે વચેટિયાઓનું કમિશન બચાવવા માટે આમંત્રિત છો. ફરીથી કહું તો, જ્યારે એક વર્ષા બાદ આપ મને વેચવા માંગો તો આપના પર કોઈ વેરો લાગુ નથી. આ સાભંળીને આપને ઘણું સારું લાગ્યું?તો એમ વારત છે. ઘણી સારી અને સાચી પણ.

જ્યારે હું નનષ્ફળ જાઉં છું
હું આપને બદલો આપવામાં નિષ્ફળ જાઉં છું તેનું એક કારણ છે. અને એ છે સમય. જો આપ ધીરજ
ગુમાવીને કામ કરો છો અને મને વહેલા છોડી દો છો ત્યારે હું ગભરાઈ જાઉં છું. હું આપને મદદ કરી
શકતો નથી. આપે લાબાં સમય ગાળા માટે દા.ત. 5 થી 7 વર્ષો સુધી મારી સાથે રહેવું જ જોઈએ. અન્ય
એક સામાન્ય પ્રશ્ન એ છે કે આપે આપના રોકાણો માટે પરૂતો સમય આપવો જોઈએ. નિષ્ણાતો શું કહે છે,
બજારને સમયમાં બાધંવા કરતાં બજારમાં સમય આપવો એ વધુ મહત્વનું છે. આપે માસિક આધારે
SIPs (Systematic Investment Plans) દ્વારા મારો લાભ લઈને આપની સપંત્તિમાં વૃદ્ધિ કરવી
જોઈએ.

મદદ કરવામાં સુખ
જુઓ, હું શા માટે વધુ સારો છું એ આપને સમજાવું છું. મેં જણાવયું કે કેવી રીતે આપ મારામાં રોકાણ કરી
શકો છો અને કેવી રીતે આપ ધનવાન બની શકો છો. હું આશા રાખું છું કે આપે એ નોંધયું હશે કે જો આપ
મારો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માગંતા હશો તો આપે શિસ્તબદ્ધ બનવાની જરૂર છે. હું આપના માટે ઘણું બધું
કરી શકું છું હું જાણું છું કે શ્રીમાન હોંશિયાર રોકાણકર્તા, શ્રીમાન આર્થિક સુ - આયોજનકર્તા અને શ્રીમાન
શિસ્તબદ્ધ પણ આ પ્રમાણે કરી જ રહ્યા છે.

આપ શરૂ કરો તે પૂર્વે
હવે, મને આપને કહેવા દો કે હું આપની નથી. શું આપની પાસે કટોકટીના સમય માટે કોઈ
ભડોંળ છે ખરું ? આપના પોતાના સ્વાસ્થય વિમા અંગે શું સ્થિતિ છે ? અને આપના મતૃયુના કિસ્સામાં
દેવા ચકુવવા હેતુ ભડોંળ માટે શું આપની પાસે પુરતો જીવન વિમો લીધો છે ? મારા તરફની આપની
યાત્રાની આપ શરૂઆત કરો એ પૂર્વે હું આ બધું કાયા પૂર્ણ કરવાનું આપને સચૂન કરું છું. અને એક વાર
પાયાની કાર્યવાહી આપ પર્ણૂ કરો ત્યારબાદ આવો, આવો, પધારો.


Rohit Shah is a CFP CM and Founder & CEO at GettingYouRich.com. He can be reached at rohit@gettingyourich.com