બજાર » સમાચાર » બજાર

અકોદરા ભારતનું પ્રથમ ડિજિટલ ગામડું

ના રોજ પ્રકાશિત Sat, 11, 2015 પર 13:53  |  સ્ત્રોત : Moneycontrol.com

કહેવાય છે ડિજીટલ ઈન્ડિયા બનાવવા માટે સૌથી મોટો પડકાર આપણા ગામડાઓને ડિજીટાઈઝ કરવામાં આવશે. એમના સુધી ઈન્ટરનેટ સુવિધાઓ પહોંચાડવામાં અને એમના વિચારો બદલવામાં સમય લાગશે. પરંતુ અમદાવાદથી 100 કિલોમીટર દૂર અકોદરા ગામે આ આશંકાઓને દૂર કરી છે. અમારા સહયોગી ચાંદની શુક્લાએ ભારતના પહેલા ડિજીટલ ગામડાની મુલાકાત લઈ, જાણ્યુ કે કેવી રીતે અકોદરા ગામ, ભારતને ડિજીટલ બનાવવાનો રસ્તો બતાવી રહ્યુ છે.

પલક પટેલ દૂધનો વેપાર કરે છે. રોજ સવારે અને સાંજે અકોદરા ગામમાં મિલ્ક કલેક્શન સેન્ટરમાં તેઓ દૂધ સપ્લાઈ કરે છે, જેના માટે મહિનામાં એમને 3 વાર સાબર ડેરી પૈસા આપે છે. પરંતુ આ જાન્યુઆરી મહિનામાં ડિજીટલ વિલેજ બન્યા બાદ એમનો હિસાબ કિતાબ જ અલગ થઈ ગયો.

અકોદરા આઈસીઆઈસીઆઈ બેન્ન્કનો ડ્રિમ પ્રોજેક્ટ છે. આ ગામને ડિજીટલ બનાવવા પર બેન્કે ઓક્ટોબર 2014થી કામ શરૂ કર્યુ હતુ. ખુદ પ્રધાનમંત્રી નરેન્ન્દ્ર મોદીએ અકોદરાને દેશનુ પહેલુ ડિજિટલ ગામડુ જાહેર કર્યુ છે. ગામની રીતભાત તદ્ન બદલી ગઈ છે. હવે અહી 5 રૂપિયાથી વધારેના ટ્રાન્ઝેક્શન મોબાઈલ કે પછી કાર્ડ દ્વારા કરવામાં આવે છે. પછી એ માર્કેટ હોય કે નાની બજાર હોય.

જો કે કેશથી ડિજિટલ પેમેન્ટ સુધીની સફર મુશ્કેલ હતી. પરંતુ ગામના યુવાનો અને વડીલોનો પણ સાથે મળતા , વિચારો બદલવા સરળ બન્યું.

ડિજિટલ ગામડુ બન્યા બાદ એક મોટો બદલાવ એ પણ આવ્યો કે લોકો પોતાના ખર્ચનો સારો હિસાબ કિતાબ રાખવા લાગ્યા. લોકોના સેવિંગ્સ વધવા લાગ્યા. ડિજિટલ દુનિયામાં તેઓ પૈસામાંથી વધારે પૈસા બનાવવાનું શીખી રહ્યા છે.

ગામમાં આંગણવાડીથી લઈને હાયર સેકન્ડ્રી સુઘીના બાળકોની ભણતરની રીત બદલાઈ ગઈ છે. બ્બ્લેકબોર્ડની જગ્યા સ્માર્ટ બોર્ડે લઈ લીધી છે. ટીવી દ્વારા ભણાવવામાં આવી રહ્યુ છે. સ્કૂલ બેગ વજન ટેબલેટ ઓછુ કરી રહ્યુ છે. આનુ પરિણામ એ આવ્યુ કે બાળકોને ભણવામાં ઋચી વધી છે, સ્કૂલમાં હાજરી વધી છે.

ગામમાં ઈ-હેલ્થ સેન્ટરમાં પણ ગ્ગ્રામજનોના મેડીકલ રિપોર્ટ માત્ર એક બટન દબાવવાથી મળે છે. સાથે જ અહી ટેલી-મેડિસીનની સુવિધા પણ ઉપલબ્ધ છે એટલે કે બેઠા બેઠા બીજજા મોટા શહેરોના ડોક્ટર્સની સલાહ મેળવી શકો છો.

ઘણી રીતે શહેરથી પણ જોરદાર ને લેટેસ્ટ ટ્રેન્ડતો એ છે કે આજુબાજુના ગામડાનો લોકો પોતાની બહેનો, દિકરીઓના લગ્ન અકોદરા ગામમાં કરાવવા ઈચ્છે છે. જેથી છોકરીઓને ? આધુનિક રહેણી-કરણી, વધારે સુવિધા મળે. સોશિયલ સ્ટેટસમાં આવેલા આ બદલાવ પર અકોદરા સાથે આપણે પણ ગર્વ અનુભવી શકીએ.