બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ફન્ડામેન્ટલ

બજારમાં 30% તેજીની ઉમ્મીદઃ ગૌતમ ત્રીવેદી

ગૌતમ ત્રિવેદીના મુજબ આવતી મજબૂત સરકાર આવવાથી બજારની ઉમ્મીદો ધણી વધારે છે.
ના રોજ પ્રકાશિત Wed, 21, 2014 પર 13:09  |  સ્ત્રોત : Moneycontrol.com

વર્તમાન સમયમાં ભારતીય બજારોમાં મજબૂતી જોવામાં આવી રહી છે. જ્યાં નરેન્દ્ર મોદી ના સ્પષ્ટ બહુમતની સાથે સતામાં આવાથી બજારની ઉમ્મીદો પર પાંખ લાગી ગઈ છે. એવામાં કેવી રહેશે બજારની ચાલ તે કહી રહ્યા છે રેલિગેર કેપિટલ માર્કેટ્સના એમડી અને હેડ ઑફ ઇક્વિટીઝ ગૌતમ ત્રિવેદી.

ગૌતમ ત્રિવેદીના મુજબ આવતી મજબૂત સરકાર આવવાથી બજારની ઉમ્મીદો ધણી વધારે છે. કેમ કે પાછલા 6-7 વર્ષ બજાર માટે ધણા ખરાબ ગયા છે. વર્તમાન સમયમાં બજાર એફઆઈઆઈ પર વધારે નિર્ભર છે. પરંતુ તે ધણુ ખોટુ છે કે બજારની તેજીમાં ખાલી બહારના રોકાણકારો આવે. ઘરેલૂ રોકાણોની ભાગીદારી પણ બજારમાં ઘણી જરૂરી છે. નવી સરકારથી ધણી આશાઓ છે, એવામાં 5 વર્ષમાં બજાર અહિંથી કેટલાક ગણા વધવાની ઉમ્મીદ છે. જ્યાં માર્ચ 2015 સુધી બજાર વર્તમાન સ્તરોથી 25-30% ઊપર જઈ શકે છે.

પાછળના કેટલાક કારોબારી સત્રોમાં મિડકેપ શેરોમાં ધણી તેજી જોઈ શક્યા છે. પહેલાના 12-18 મહિનોમાં લાર્જ કેપના મુકાબલે મિડકેપ શેરમાં વધારે તેજીનું દબાણ રહેવાના આસાર છે. મિડકેપ શેરોમાં અશોક લેલેન્ડ ધણાં પસંદ છે, ટાટા મોટર્સના શેર પણ સારા છે. જેમાં ભવિષ્યના સમયમાં સારો વધારો જોવામાં આવી શકે છે. તેના સિવાય ગલ્ફ ઑયલજેકે લક્ષ્મી સિમેન્ટ અને ફિનોલેક્સ ઈન્ડસ્ટ્રીઝના શેર ધણા સારા લાગી રહ્યા છે. જ્યાં રોકાણ કરી શકાય છે.