બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજરઃ જીવનને સુરક્ષિત રાખવા ઈન્શ્યોરન્સ

ના રોજ પ્રકાશિત Tue, 11, 2015 પર 14:44  |  સ્ત્રોત : Moneycontrol.com

માત્ર આવક જાવકનો હિસાબ-કિતાબ રાખવો એટલે આર્થિક આયોજન થઈ ગયું એવું નથી. પર્સનલ ફાઈનાન્સ કે વ્યક્તિગત નાણાંકીય આયોજન આ શબ્દની વ્યાખ્યા ઘણી વિશાળ છે. જેમાં બચત, રોકાણ અને વળતર જેવી બાબતો ઉપરાંત આપની અને આપણા નાણાંની સુરક્ષાની વાતો પણ સમાવેશ થાય છે. અને આજે આપણે વાત કરીશું હાઉસહોલ્ડ પોલિસી, પ્રોપર્ટી ઈન્શ્યોરન્સ અને વ્હીકલ ઈન્શ્યોરન્સ વિશે અને એના પર વધુ માહિતી મેળવશું સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા પાસેથી.

અર્ણવ પંડ્યાનું કહેવું છે કે હાઉસહોલ્ડ પોલિસી એટલે જ્યારે તમે ધરની વસ્તુઓ માટે ઈન્શ્યોરન્સ લો તે હાઉસહોલ્ડ પોલિસીમાં આવે. દરેક જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઓ આ પ્રકારની પોલિસી આપે છે. તમારા ઘરમાં જો કોઈ વસ્તુઓની ચોરી થાય તો આ પોલિસી તમને બચાવે. કુદરતી આફતો થકી થતું નુકસાન આ પોલિસામાં સ્થાન પામે છે. ટેરટિઝમ એટેક માટે પણ આ પોલિસી કવર કરે છે. દરેક કંપનીના પોતાના કવર અને નિયમો હોય છે. જ્વેલરીથી થતું નુકસાન કવર થાય પણ તમારે તેના વિશે અગાઉ જાણકારી આપવી. જે-તે વસ્તુ  કવર કરવા ઈચ્છતા હોવ તેની સંપૂર્ણ માહિતી આપવી રહે. આવી પોલિસીમાં એક્ટ ઑફ વૉર કવર નથી થતું.

અર્ણવ પંડ્યાના મતે અમુક કંપનીઓ હાઉસ હોલ્ડ અને હાઉસ બન્નેનું ઈન્શ્યોરન્સ આપે છે. ઈન્શ્યોરન્સ કવરમાં પ્રોપર્ટીની કોસ્ટનો સમાવેશ થાય છે. જો તમારી સોસાયટી ઈન્શ્યોરન્સ કરાવતી હોય તો તમારે રકમ ચકાસવી જોઈએ. સોસાયટી ઈન્શ્યોરન્સ ન કરાવતી હોય તો તમારે અચુકપણે કરાવવું. પ્રોપર્ટીમાં કન્સ્ટ્રક્શન કોસ્ટ અને જમીનની કિંમત ગણાય છે. આવી પોલિસી લાંબા ટેન્યોર માટે પણ મળે છે.

અર્ણવ પંડ્યાનું વ્હીકલ ઈન્શ્યોરન્સ માટે કહેવું છે કે કારની પોલિસીમાં 2 પ્રકારના કવરેજ આવે છે. થર્ડ પાર્ટી કવરેજ અને અકસ્માતમાં થયેલું નુકસાનનું ઈન્શ્યોરન્સ મળે છે. કંપ્રિએન્સિવ પોલિસીમાં દરેક જરૂરી માહિતી કવર થાય છે. કંપ્રિએન્સિવ પોલિસી સિવાય થર્ડ પાર્ટીનું ઈન્શ્યોરન્સ પણ થાય પણ તેવું કરતાં સમયે તમને થયેલા નુકસાનની કોઈ ભરપાઈ ન થઈ શકે. આવી પોલિસી સામાન્યરીતે એક વર્ષની હોય છે. યૂ-વ્હીલરમાં લાબાગાળાનું ઈન્શ્યોરન્સ મળે છે. કેશલેસ ક્લેમ એટલે અમુક વર્ષ સુધી ક્લેમ ન થાય તો તમને ફાયદો થાય. કેશલેશ ઈન્શ્યોરન્સમાં અકસ્માત બાદ બાહન રિપેર થયા બાદ બિલ રિએમ્બર્સ થાય છે.