બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજરઃ હેલ્થ ઈન્શ્યોરન્સની ઉપયોગીતા

ના રોજ પ્રકાશિત Wed, 12, 2015 પર 12:20  |  સ્ત્રોત : Moneycontrol.com

જ્યારે આપણે ઈન્શ્યોરન્સ સિરીઝ પર વાત કરીએ જ છીએ ત્યારે દરેક વસ્તુની વાત કરીએ અને આપણું સ્વાસ્થ્ય રહી જાય તે તો શક્ય જ નથી. મની મૅનેજરની ઈન્શ્યોરન્સ સિરીઝમાં આજે આપણે, આપણા છેલ્લા ટોપિક પર વાત કરવા જઈ રહ્યાં છીએ. તે છે હેલ્થ ઈન્શ્યોરન્સ. આપણે દરેક વસ્તુ મેળવવામાં, તેની કાળજી લેવામાં, તેના ઉપયોગમાં આટલી સંભાળ લેતા હોઈએ, તો આપણા સ્વાસ્થ્ય માટે તો આપણે સતત સતર્ક રહેવું જ જોઈએ. કઈ વાતો છે જરૂરી તમારા સ્વાસ્થ્ય માટે અને કઈ વાતો તમારે ભૂલવી ન જ જોઈએ, જ્યારે હેલ્થ ઈન્શ્યોરન્સ માટે અપ્લાય કરતા હોવ તે અંગેની દરેક માહિતી આપવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે ટ્રાન્સેન્ડ કન્સલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

કાર્તિક ઝવેરીનું કહેવું થે કે આપણે આપણું હેલ્થ ઈન્શ્યોરન્સ કરાવવું ખુબ જ જરૂરી છે. જીવનમાં કોઈપણ રોકાણ પહેલા હેલ્થ ઈન્શ્યોરન્સ લેવું જોઈએ. હેલ્થ ઈન્શ્યોરન્સમાં હોસ્પિટલના ખર્ચ તેમ જ દવાઓનો ખર્ચનો સમાવેશ થાય છે. કોઈપણ રજીસ્ટર્ડ હેલ્થ ઈન્શ્યોરન્સ કંપની હોય તેમાથી હેલ્થ ઈન્શ્યોરન્સ લઈ શકાય. લાઈફ ઈન્શ્યોરન્સ અલગ વસ્તું છે અને હેલ્થ ઈન્શ્યોરન્સ અલગ છે. જે લાઈફમાં હેલ્થ ઈન્શ્યોરન્સ સાથે હોય તેવી પૉલિસી ન લેવી. ઈન્શ્યોરન્સ પૉલિસીમાં કોણ જોડાયેલા છે તે જોવું જરૂરી છે. ઘણી વપોલિસી એવી હોય છે જ્યાં મેડિકલ બેનિફિટ છે અને નાણાં પરત પણ મળે છે.

સાથે એમનું માનવું છે કે બોનસ પૉલિસી શું છે તે અંગે ચકાસણી કરવી. કો-પે જ્યાં ઓછો હોય તે લેવું જોઈએ. પોલિસીમાં શું કવર થાય છે અને શું કવર નથી થતું એ જોવું. પીએસયૂ કંપની અને પ્રાઈવેટ કંપનીના નિયમો ચકાસવા. મેટરનિટી પોલિસી અલગ કરી લેવી. મેટરનિટી બેનિફિટ હાલ જ આવ્યો છે જે ઘણો ફાયદાકારક છે. જે કંપની ટીપીએ ન લેતી હોય ત્યાં પૉલિસી લેવી જોઈએ. ઈન્શ્યોરન્સ પૉલિસી શરૂ કરી બંધ ન કરવી જોઈએ. ઈન્શ્યોરન્સ પૉલિસી દર વર્ષે રિન્યુ કરવી જોઈએ. પૉલિસીને રિન્યુઅલના અંતિમ તારીખ પહેલા રિન્યુ કરવી જોઈએ.

કાર્તિક ઝવેરીના મુજબ એટીડીમાં 20,000 રૂપિયા સુધી હેલ્થ ઈન્શ્યોરન્સમાં ટેક્સનો ફાયદો મળે છે. દરેક કંપનીની પૉલિસી અલગ હોય છે માટે અગાઉ પુરતી ચકાસવી. સમગ્ર પરિવાર માટે ફ્લોટર પૉલિસીમાં રોકાણ કરવું જોઈએ. કોઈપણ એક એજન્ટ એક જ કંપની સાથે જોડાઈ શકે માટે વધારે લોકોની સલાહ લેવી. તેવી કંપનીમાં રોકાણ ન કરવું જોઈએ કારણ કે તે જનરલ ઈન્શ્યોરન્સ નથી હોતું. ઘણી પૉલિસી પોર્ટિંગ પોલિસી હોય છે.