બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજરઃ નાણાંકીય સ્વતંત્રતા વિશે માહિતી

ના રોજ પ્રકાશિત Sat, 15, 2015 પર 13:07  |  સ્ત્રોત : Moneycontrol.com

ભારતનો 69મો સ્વાતંત્રતા દિન એટલે 15મી ઓગસ્ટ. ભારત આઝાદ થયાને આજે 69 વર્ષ થઈ ગયા. ભારત સાથે આ ખુશી મની મૅનેજર પણ ઉજવી રહ્યું છે. ભારત આઝાદ છે. પણ કંઈ કંઈ બાબતોમાં કેટલું આઝાદ છે? તે પ્રશ્ન હજું પણ ક્યાંક રહે છે. ઘણા વિષયો ભારતની આઝાદી અંગેના છે જો તે દરેક ની ચર્ચા પર ઉચરીએ તો કદાચ આવા ઘણા એપિસોડ બને. પણ મની મૅનેજરમાં આપણે એક ચર્ચા તો ચોક્કસ પણે કરીએ તે છે નાણાંકિય આઝાદી.

આજે દિવસ શરૂ થાય ત્યારથી દિવસનો અંત આવે ત્યાં સુધીમાં દરેક ડગલે આપણને નાણાંની જરૂરત જણાય છે. પણ શું તે દરેક જરૂરત પુરી થઈ શકે છે? શું આપણે યોગ્ય રીતે નાણાં વાપરી શકીએ છીએ? આ પ્રશ્નનો જવાબ દરેક વ્યક્તિએ અને દરેક પરિસ્થિતીએ અલગ આવશે. નાણાંકિય સ્વતંત્રતા શું છે, ક્યો માણસ નાણાંકિય આઝાદ કહી શકાય. શું છે નાણાંકિય સ્વતંત્રતાની પરિભાષા. આવા ઘણા પ્રશ્નો મારી પાસે તો છે જ અને તમારા પાસે પણ હશે. તો દરેક પ્રશ્નોના જવાબ આપવા આજે આપણી સાથે જોડાઈ રહ્યાં છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.

ગૌરવ મશરૂવાલાનું કહેવું છે કે દરેક વ્યક્તિના મનમાં ગરીબાઇનો ડર હોય છે. નાણાંકિય ધ્યેય પુરા કરવાની ચિંતા લોકોને સતાવે છે. અને ઘણા પ્રકારના વિચારો આવે છે. આ લાગણીઓ કે વિચારોથી સ્વતંત્રતાની જરૂર છે. આ સમસ્યાને આંકડાથી હલ કરવાનો પ્રયાસ કરીએ છીએ. નાણાંકિય ધ્યેય સિધ્ધ કરવાની તૈયારી કરવી જોઇએ. વધુ પડતા નાણાંના વિચારો આપણને નાણાંકિય ગુલામ બનાવે છે. આપણી જરૂરિયાત અને ધ્યેયની યાદી બનાવી લેવી. સબકોન્સિયસ માઇડ પર નિયંત્રણ હોય તો નાણાંકિય ગુલામીથી બચી શકાય. માનવ મન ચંચળ છે જેને વિવિધ ઇચ્છાઓ હોય છે.

મન ને કાબુમાં કરવું ઘણુ જ મુશ્કેલ છે. નાણાંને લક્ષ્મીમાની આરાધના કરવી, હિસાબ લખવો. ઇન્શયોરન્સ અને ઇમરજન્સી ફંડ પુરતા રાખવા. આ રીતે નાણાંની આરાધના થાય તો માનસિક શાંતિ મળશે. જીવનના દરેક તબક્કે નાણાંની જરૂર હોયો છે. કોઇ પણ કારણોસર આવક બંધ થાય તેવી પરિસ્થિતીને પહોચી વળવા 3 મહિનાની આવક રિઝર્વ રાખવી. કંટેન્જન્સીફંડ નાણાંકિય સ્વતંત્રતાનુ પહેલુ પગથિયુ છે. આ ફંડ થોડો સમય આપે છે જેથી આપણે સંતુલિત રહી નિર્ણય લઇ શકીએ. હેલ્થ ઇન્શ્યોરન્સ એ નાણાંકિય સ્વતંત્રતાનું બીજુ પગલુ છે.

આર્થિક સ્વંતત્રતાનું ત્રીજુ પગલુ છે. કુટુંબની કમાનાર વ્યક્તિનું મૃત્યુ આપણી આર્થિક સ્વતંત્રતા છીનવી શકે છે. આમ ન થાય તે માટે લાઇફ ઇન્શ્યોરન્સ જરૂરી છે. મોટે ભાગે ઇન્શ્યોરન્સ માર્ચ મહિનામાં ટેક્સ બચાવવા માટે લેવાતા હોય છે. સગા-સંબધીમાં કોઇ એજન્ટ હોય તો તેના ટાર્ગેટ પુરા કરવા લેવાતા હોય છે. ઇન્શ્યોરન્સ આ રીતે ન લેવા જોઇ. ઇન્શ્યોરન્સએ કમાનાર વ્યક્તિના મ્ત્યુનાં સંજોગોમાં નાણાંકિય નુકસાનથી સુરક્ષા આપે છે. લોન જલ્દી પુરી કરી ઋણ મુક્ત થવું જોઇએ. નાણાંકિય સ્વંત્રતાનું આગળનું પગલુ છે લોન મુક્તિ વધુ પડતી લોન ન લેવી જોઇએ. અનિવાર્ય સંજોગોમાંજ લોન લેવી.

નાણાંકિય સ્વંત્રતાનું આગળનું પગલુ છે રોકાણ. રોકાણ નાણાંકિય ધ્યેયને આધારે કરવું જોઇએ. આમ કરવાથી માનસિક શાંતિ મળશે. માનસિક શાંતિ નાણાંકિય સ્વંતત્રતા તરફ લઇ જાય છે. લાંબાગાળાના ધ્યેય માટે ઇક્વિટીમાં રોકાણ કરવું. નજીકનાં ભવિષ્યનાં ધ્યેય માટે એફડી, બૉન્ડ કે ડેટ બેઝ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય.


રોકાણ વધતા ધ્યેયની નજીક પહોચવાનો આનંદ અનુભવાશ રોકાણ ઇમરજન્સી ફંડ, ઇન્શ્યોરન્સ અને ઋણમુક્તિ બાદ કરવું. જેથી રોકાણ કોઇ પણ કારણસર અટકશે નહિ. માનસિક શાંતિ થી નાણાંકિય સ્વતંત્રતા મેળવી શકાય છે. નિવૃત્તીનું પ્લાનિંગ જે દિવસથી આવક શરૂ થાય ત્યારથી કરવું જોઇએ. નાની બચત નિવ્ત્તિ સુધી મોટુ ભંડોળ બની જશે. સતત બચત કરવાથી માનસિક શાંતિ પણ મળશે. ઈટીએફ, પીપીએફ અથવા નવી પેન્સન યોજનામાં રોકાણ કરી શકાય.

નાની રકમની એશઆઈપી પણ કરી શકાય. હાલમાં ખર્ચા ઓછા કરી નિવ્ત્તિ માટે બચત કરવી જોઇએ. આગળનું પગલુ છે વીલ કે વસિયતનામું વીલ એટલે મૃત્યુ પછી આપણી આર્થિક સંપત્તિની વહેંચણી. વીલ બનાવવાથી કુટુંબને શાંતિ આપી શકાય છે અને કલેહ ટાળી શકાય છે. વીલ સમજવામાં સરળ બનાવવા જોઇએ. સંપત્તિ સર્જનની શરૂઆત થાય ત્યારથી વીલ બનાવી શકાય.


આર્થિક સ્વતંત્રતા દરેક માટે ખૂબ જરૂરી છે. કમાનાર સ્ત્રીને પોતાની આવકના નિર્ણયો જાતે લેવા જોઇએ. લગ્નબાદ પત્નીને તમામ નાણાંકિય બાબતોથી માહિતગાર રાખવી. આર્થિક સમૃધ્ધી ઉભી કરવામાં સ્ત્રીઓનો ઘણો મોટો ફાળો હોય છે. પત્નીને નાણાંકિય માહિતી ન હોય તો તેને દુર ઉપયોગ થઇ શકે છે. નાણાંકિય માહિતી મહિલાઓએ મેળવવી જોઇએ. સમાજને પાછુ આપવુ એ આપણી જવાબદારી છે.