ટેક્સ પ્લાનિંગઃ મુકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 15, 2015 પર 14:12  |  સ્ત્રોત : Moneycontrol.com

આજે આપણે કરવેરા આયોજનની, કરવેરા મેનેજમેન્ટની અને એની સાથે આવકવેરા રિટર્ન કેવી રીતે ભરવું આ અંગે જાણીતા કરવેરા નિષ્ણાત મુકેશભાઈ પટેલ સાથે ચર્ચા કરીશુ.

સવાલઃ આવકવેરા રિટર્ન ભરવામાં 1 થી 7 સુધીના આઇટીઆર ફોર્મ શું છે અને તેના ઉપયોગ અંગે સમજ આપશો?

જવાબઃ સૌથી આસાન રિટર્ન ફોર્મ આઇટીઆર-1 છે જેનું નામ પણ સહજ રાખવામાં આવ્યું છે. આ ફોર્મ પગાર કે પેન્શનની આવક તેવા લોકો માટે અને એકથી વધુ મકાન મિલકત ન હોય તેવા કરદાતા માટે સહજ ફોર્મ ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત તેની એક શરત એમ પણ છે કે લોટરી કે ઘોડદોડ જેવી કોઇ કમાણી હોય તો તેવા કેસમાં પણ સહજ ફોર્મનો ઉપયોગ ન કરી શકાય. ધંધાકીય આવક કે મૂડી નફાની આવક હોય તેવા કેસમાં આઇટીઆર -1 ફોર્મનો ઉપયોગ કરી શકાતો નથી. આઈટીઆર-2 ફોર્મમાં ધંધાકીય આવકને બાદ કરતાં મૂડીનફાની આવક, ખેતીની આવક રૂપિયા 5 હજારથી વધુ હોય, એક કરતાં વધુ રહેણાંક મકાન હોય તેમના માટે આ ફોર્મ લાગુ પડશે. આઈટીઆર-2માં વ્યક્તિ અને એચયુએફ ભરી શકે છે.

આ વખતે આઈટીઆર-2એ નવું ફોર્મ રજૂ કરવામાં આવ્યું છે જેમાં આઈટીઆર-1 કરતાં વધુ પણ આઈટીઆર-2 કરતાં ઓછું ભરવાનું હોય તેવું વચ્ચેનું ફોર્મ રજૂ કરવામાં આવ્યું છે. આઈટીઆર-2એમાં એકથી વધુ મકાન હોય, લોટરી કે રેસની આવક દર્શાવી શકો છો. ધંધાકીય અને ભાગીદારીની આવકના સંદર્ભમાં જે ફોર્મ આવે તે છે આઈટીઆર-3. જ્યારે પ્રોપરાઇટરશિપ હોય તો તેવા કેસમાં વ્યક્તિ-એચયુએફ આઈટીઆર-4 ભરવાનું રહેશે. - સ્વમાલિકીના ધંધામાં આઈટીઆર-4 અને ભાગીદારીની આવકના સંદર્ભમાં આઈટીઆર-3 લાગુ પડશે. આઈટીઆર-4એસને સુગમ ફોર્મ તરીકે ઓળખવામાં આવે છે જેમાં અંદાજિત આવક દર્શાવતાં કેસમાં લાગુ પડે છે. આઈટીઆર-4એસના ફિચર્સ લગભગ આઈટીઆર-1 જેવા જ છે. આમાં આપને અન્ય આવક હોય તો પણ જો અંદાજિત આવકનો લાભ લેવા માગતાં હોય તો આઈટીઆર-4એસનો ઉપયોગ કરી શકો છો.આઈટીઆર-5એ કોઇપણ ભાગીદારી પેઢી એઓપી કે બીઓઆઈના કેસમાં ઉપયોગ કરવાનો રહેશે. આઈટીઆર-6 લિમિટેડ કંપનીઓએ રિટર્ન ભરવા માટે ઉપયોગમાં લેવાનું રહેશે.આઈટીઆર-7 કોઇપણ ચેરિટેબલ ટ્રસ્ટના સંદર્ભમાં અમલી બનશે.

હરેશભાઇ પંચોલીનો સવાલ
પોસ્ટ ઓફિસના સેવિંગ્સ બેન્ક એકાઉન્ટની વિગત આવકવેરા રિટર્નમાં દર્શાવવાની રહેશે કે નહીં?

જવાબઃ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેન્ક એ પણ બેન્ક છે. આ બેન્કમાં જે વ્યાજ મળે છે તે કલમ 80ટીટી હેઠળ હોય તેનો લાભ લો છો. ત્યારે આ બેન્ક ખાતાની લગતી વિગત પણ આપવાની રહેશે

નીરજ પારેખનો સવાલ
જોઇન્ટ એકાઉન્ટમાં તેમની સાઇનિંગ ઓથોરિટી છે પરંતુ તે ખાતા ઉપર તેમની માલિકી નથી તો તેમને આ એકાઉન્ટની વિગત રિટર્નમાં આપવી જરૂરી છે કે નહીં?

જવાબઃઆ અંગેની આવકવેરા રિટર્નમાં કોઇ સ્પષ્ટ સમજ આપવામાં આવી નથી. બેન્ક એકાઉન્ટની વિગત લેવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે બેન્ક એકાઉન્ટ સંદર્ભની નાણાકીય આવક અને વ્યવહારોની માહિતી મેળવવા માટે લેવામાં આવે છે. જે ખાતું તમે તમારૂ ગણો છો જે ખાતાની આવક આપના આવકવેરા રિટર્નમાં દર્શાવવા જવાબદાર છો તેવા ખાતાની વિગત જણાવવી જરૂરી છે.

અપૂર્વ પારેખનો સવાલ  
આઈટીઆર હેઠળ બેન્ક એકાઉન્ટની કઇ વિગત દર્શાવવાની રહેશે?

જવાબઃ બેન્ક એકાઉન્ટનો આઇએફએસ કોડ દર્શાવવાનો હોય છે. બેન્કનનું નામ, બ્રાન્ચની વિગત અને તમારો એકાઉન્ટ નંબર દર્શાવવાનો રહેશે. સાથે જ આ એકાઉન્ટ સેવિંગ છે કે કરન્ટ તેની વિગત આપવાની રહેશે. જો તમારા 3-4 ખાતા હોય તો તેમાંથી એક ખાતું પસંદ કરો છો જેમાં જો આપને ટેક્સ રિફંડ આપવાનું થાય તો તે જમા કરાવવાનું રહેશે. કરદાતાનું બેન્કમાં ડોરમન્ટ એકાઉન્ટની વિગત આપવી જરૂરી નથી. એનઆરઆઇ જો ભારતમાં ટેક્સ ભરતાં હોય તો તેમને ભારતના બેન્ક ખાતાની વિગત આપવી પડશે. વિદેશના ખાતાની વિગત આપવાની જરૂર નથી.
 
કશ્યપ યાજ્ઞિકનો સવાલ
એનઆરઆઇ કેસમાં બેન્ક વિગત દર્શાવવી જરૂરી છે?

જવાબઃએનઆરઆઇ કેસમાં જે બેન્ક એકાઉન્ટ ભારતમાં હોય અને એક્ટિવ હોય તેની વિગત આપવાની રહેશે. વિદેશમાં રહેલા ખાતાની વિગત આપવાની રહેશે નહીં.

પ્રવિણ મિસ્ત્રીનો સવાલ
એનઆરઆઇના કિસ્સામાં આવક વિગતો કેવી રીતે આપવાની રહેશે તેની સમજ આપશો?

જવાબઃ કોઇપણ વ્યક્તિ બિનરહીશ કે રહીશ છે તેની વિગત નક્કી કરવા આવકવેરા કાયદાની કલમ 6 હેઠળ આપવામાં આવ્યો છે. નાણાંકીય વર્ષ દરમિયાન કોઇપણ એનઆરઆઇ ભારતમાં 182 દિવસ રહી હોય તો તે રહીશ થાય છે. બિનરહીશે તેની વિદેશની આવક ભારતમાં દર્શાવવાની રહેતી નથી. જે આવક ભારતમાં કમાયા હોય તેને ભારતની આવક ઉપર ટેક્સ ભરવાપાત્ર રહેશે. નોન રેસિડેન્ટ કે નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ કેસમાં દર્શાવવાની નથી. પણ રેસિડેન્ટ કે ઓર્ડિનરી રેસિડેન્ટ કેસમાં વિશ્વભરની આવક કરપાત્ર છે.

કરણ ચરખાવાલાનો સવાલ
શેડ્યુલ એફએસઆઈ અને શેડ્યુલ ટીઆર અંગે માર્ગદર્શન જોઇએ છે?

જવાબઃકોઇપણ વ્યક્તિ રહીશ હોય અને તેણે ભારત બહાર આવક મેળવી હોય તેના ઉપર તેમણે જે-તે દેશમાં ટેક્સ ભર્યો હોય, પરંતુ જો એ દેશ સાથે ભારતની ડબલ ટેક્સ અવોઇડન્સની ટ્રીટી હોય તો ભારતમાં એ ટેકસ ઉપર સેટ ઓફ મળે તેની આ જોગવાઇ છે. જેમાં આપે દેશના કોડ સાથે, ટેક્સ આઇડેન્ટિફિકેશ નંબર અને ટેકસ ભર્યાની વિગત શેડ્યુલ એફએસઆઈ હેઠળ આપવાની રહેશે. જ્યારે ટેક્સ ટ્રીટી અંગેની વિગત આપે શેડ્યુલ ટીઆર અંતર્ગત આપવાની રહેશે. આ કિસ્સામાં તમને ટેક્સ રિફંડ નહીં મળી શકે આ કિસ્સામાં આપને સેટ ઓફ જ મળી શકશે.