બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજરઃ ઈન્શ્યોરન્સ સ્પેશલ સિરીઝ

ના રોજ પ્રકાશિત Mon, 17, 2015 પર 17:23  |  સ્ત્રોત : Moneycontrol.com

આવક, બચત, રોકાણ, વળતર, સુરક્ષા આ તમામ પાસાઓ એટલે કે પર્સનલ ફાયનાન્સ. આ વિષયને લગતી તમામ બાબતોની ઝીણવટ પૂર્વક માહિતી આપતો શો એટલે મની મૅનેજર. મની મેનેજરમાં આજે આપણે જોઈશુ પર્સનલ એક્સિડન્ટ ઈન્શ્યોરન્સ, ઓવરસિઝ ટ્રાવેલ ઈન્શ્યોરન્સ અને સ્ટુડન્ટ ઓવરસિઝ ટ્રાવેલ ઈન્શ્યોરન્સ વિશે.

આપણી ચાલી રહેલી ઈન્શ્યોરન્સ સિરીઝમાં આજે 5th એપિસોડ છે જેમા આપણે વાત કરીશું, પર્સનલ એક્સિડન્ટ ઈન્શ્યોરન્સ વિશે. જે લોકો અવાર-નવાર મુસાફરી કરતા હોય છે તેમના માટે આ ખુબ જરૂરી હોય છે. ત્યારબાદ વાત કરીશું ઓવરસિઝ ટ્રાવેલ ઈન્શ્યોરન્સ વિશે. એટલે કે વિદેશ પ્રવાસ કરવા જાવ તો ક્યાં પ્રકારે સુરક્ષા રાખી શકાય, તેમજ આજકાલ ઘણા વિદ્યાર્થીઓ પણ વિદેશમાં ભણવા જતાં હોય છે, સ્ટુડન્ટ ઓવરસિઝ ટ્રાવેલ ઈન્શ્યોરન્સ કેટલું જરૂરી છે તેવા વિદ્યાર્થીઓ માટે તેના વિશે. અને આ દરેક ઈન્શ્યોરન્સ વિશે જણાવશે ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સ ના કલ્પેશ આશર પાસેથી.

પર્સનલ એક્સિડન્ટ વિમો -
અકસ્માત રૂપે જે સમસ્યા સર્જાય તેના સામે ટેકો આ પોલિસીથી મળે છે. અકસ્માત કોઈપણ સ્થાને સર્જાઈ શકે છે. મુખ્યત્વે આવકપર જે નુકસાન થાય તેની ભરપાઈ મળે છે. આ પોલિસી સ્વતંત્ર રીતે પણ મળે છે. હોસ્પિટલમાં દાખલ થાય તો તે ગાળામાં થતી આર્થિક નુકશાન સામે લાભ મળે. ટર્મ પ્લાનનો બીજો આસ્પેક્ટ એ છે કે અકસ્માતના મ્ત્યુમાં લાભ મળે છે. અકસ્માતના લીધે પોલિસી ધારકને જો અપંગતા આવે તો કવરેજ મળે છે. આ પોલીસીમાં જો પહેલાથી કોઈ ઈજા કે અપંગતા હોય તો સમાવેશ નથી પામતું. નશીલા પદાર્થના સેવન કર્યા બાદ અકસ્માત થાય તો લાભ ન મળે. પર્સનલ એક્સિડન્ટમાં કોઈ ટેક્સનું વળતર મળતું નથી.

વિદેશ પ્રવાસ વિમો -
વિદેશ પ્રવાસ દરમિયાન કોઈ નાણાંકિય નુકશાન થાય તો લાભ મળે. ક્યાં દેશમાં પ્રવાસ કરીએ છીએ તે પ્રમાણે લાભ મળે છે. વિદેશ પ્રવાસ દરમિયાન બિમાર પડો તો લાભ મળે છે. પ્રવાસ દરમિયાન પાસપોર્ટ ખોવાય તો લાભ મળે છે. પ્રવાસ દરમિયાન તમારો સામાન ગુમ થાય તો ભરપાઈ મળે છે. વિદેશ પ્રવાસ દરમિયાન પોલિસી ધારકનું મ્ત્યુ થાય તો લાભ મળે છે. દાંતની સારવારનો પણ લાભ આ પોલિસીમાં મળે છે. આવી દરેક પોલીસી ઓનલાઈન પણ મળે છે. આ પોલીસીનું પ્રિમીયમ ખુબ વ્યાજબી હોય છે.

વિદ્યાર્થી ઓવરસિઝ વિમો -
વિદેશ ભણતા વિદ્યાર્થીઓને આ પોલિસી લેવાની હોય છે. ભારતથી જો પોલિસી લઈ જતાં હોવ તો અગાઉ અપ્રુવલ આપવાની રહેશે. મેડિકલનું સૌથી વધારે કવરેજ આ પોલિસીમાં મળે છે. આ પોલિસીમાં કંપેશન વિઝીટ પણ મળે છે. કોઈપણ વિદ્યાર્થી વિદેશમાં 7 દિવસથી વધારે હોસ્પિટલમાં રહે તો તેને. દેશમાં પરત આવવા મળે છે. આ ઉપરાંત ઘરમાં કોઈ સમસ્યા સર્જાય તો પરત આવવા મળે છે. આ પોલિસીમાં માતા-પિતાને પણ આકસ્મિક સંજોગોમાં મળવા મશે છે.