બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ઈન્શ્યોરન્સ પર દર્શકોના સવાલઃ મની મૅનેજર

ના રોજ પ્રકાશિત Wed, 19, 2015 પર 09:31  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાંની બચત અને ખર્ચ એ દરેક વ્યક્તિ માટે રોજીંદી બાબત છે. દરરોજ આપણે ખર્ચ પણ કરીએ છીએ અને બચત માટે આપણે સભાન પણ છીએ, છતાં ઘણી વખત એવુ બનતુ હોય છે કે જીવનનાં કોઇ પડાવ પર આપણને એવુ લોગે છે કે આયોજનમાં ક્યાંક ચૂકી ગયા. પંરતુ આપની સાથે આવું ક્યારેય ન બને અને તમે તમારા નાણાંકિય આયોજનમાં સતત સજાગ રહો. આજે તમારા બધા સવાલોના જવાબ આપવા આપણી સાથે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા અને ટ્રાન્સેન્ડ કન્સલ્ટન્સી ડિરેક્ટર કાર્તિક ઝવેરી છે.

સવાલઃ એચડીએફસી પ્રો ગ્રોથ પલ્સનો યુલિપ પ્લાન છે. જે મે માર્ચ 2015 માં લીધેલ છે. તે પ્લાન ક્નટીન્યુ કરુ કે મ્યુચ્યુઅલફંડમાં ઈન્વેસ્ટ કરૂ?

જવાબઃ પોલિસી હમણા જ શરૂ કરી હોય તો હાલ બંધ ન થાય. પોલિસીના નિયમને અનુસરવુ પડે. આ રોકાણને મ્યુચ્યુઅવ ફંડ સાથે સરખામણી ન કરી શકાય. તમારા નાણાં ટર્મ ટાઇમ પુરા થયા પછી મળે.

સવાલઃ મારી પાસે 2 એલઆઈસી પોલિસી છે. બીમા ગોલ્ડ અને જીવન સાથી. આ પોલિસી બંધ કરવી છે? સરન્ડર કરવી કે પેઇડ અપ? સરન્ડર કરવી કે પેઇડ અપનો તફાવત સમજાવશો.

જવાબઃ સરન્ડર કરવી એટલે અમુક નાણાં બાદ કરી અમુક પાછા મળે. પેઇડ અપ એટલે પ્રિમ્યમ ભરવાનું બંધ કરવું. તમારા નાણાં ટર્મ ટાઇમ પુરા થયા પછી મળે.

સવાલઃ મારી પાસે આઈસીઆઈસી નો ટર્મ પ્લાન છે. જેનું કવર 25 લાખ છે અને પ્રીમિયમ 7500 છે. એની જગ્યાએ જો મારે 50 લાખનું કવર અને ઓછુ પ્રિમિયમની પોલિસી કેહેશો.

જવાબઃ મેટરનિટી બેનેફિટ તરત નથી મળતી. એક્સિડેન્ટલ રાઇડર હોવાથી પ્રિમયમ થોડુ વધારે હોય શકે. મેક્સબુપામાં લગભગ આ લાભ છે. 2 થી 3 વર્ષ પછી મેટરનીટી લાભ મળી શકે. તમારી હાલની બિમારી પણ કંપની કવર નથી કરતી.

સવાલઃ હું 32 વર્ષનો પરણિત છુ, નોન સ્મોકર છુ. મારે કેટલો ટર્મ ઈન્શ્યોરન્સ લેવો જોઈએ? હાલમાં મારો વાર્ષિક ખર્ચ રૂપિયા 8 લાખ છે અને કંપની દ્વારા અપાયેલો રૂપિયા 50 લાખનો ઈન્શ્યોરન્સ છે.

જવાબઃ એક્સિડેન્ટલ રાઇડર હોવાથી પ્રિમયમ થોડુ વધારે હોય શકે. કમાનાર વ્યકતિનાં મ્ત્યુના સંજોગોમાં કુટુંબની સુરક્ષાછે લાઇફ ઇન્શ્યોરન્સ. કુટુંબના તમામ ખર્ચ ગણી ઇન્શ્યોરન્સનું કવર ગણી શકાય.

સવાલઃ મે હમણાં જ મેક્સ ટર્મ કવર પ્લાન રૂપિયા 50 લાખનો લીધો છે. જેમાં એક્સિડન્ટનો બેનિફ્ટી મળે છે. તો મારે એક્સિડન્ટની બીજી પોલીસી ખરદવી જોઈએ કે નહીં? મારી પાસે એક્સિડન્ટ પોલિસી સાથે સેપરેટ એક્સિડન્ટ પોલિસી હોય તો મારા ફેમેલી ને આ બન્ને પ્લાનનો બેનિફીટ મળશે?

જવાબઃ પોલિસી સાથે રાઇડરની રકમ પ્રિમિયમ જોડાય છે. અલગ એક્સિડન્ટ પોલિસી લેવી જોઇએ. એક્સિડન્ટ પોલિસી બીજા પણ ઘણા લાભ આપે છે. હેલ્થ ઇન્શ્યોરન્સને પ્રથમ પ્રાધાન્ય આપો.

સવાલઃ મારે મારા બાળકના ભણતર માટે રૂપિયા 3.5 કરોડ ભેગા કરવા છે 2035 સુધીમાં. તો મારે ક્યાં રોકાણ કરવું જોઈએ? એસઆઈટી, મ્યુચ્યુઅલફંડ અને ચાઈલ્ડ પોલિસીની માહિતી આપશો.

જવાબઃ ઇન્શ્યોરન્સએ રોકાણ નથી. ઇન્શ્યોરન્સમાં વળતર ઓછુ છે. ઇન્શ્યોરન્સ દ્વારા કે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ થાય છે.

સવાલઃ મારો દિકરો લંડન એજ્યુકેશન માટે જઈ રહ્યો છે. તો તેના માટે સ્ટુડન્ટ ઓવરસીસ પોલિસી કઈ લેવી જોઈએ અને ક્યા ફિચર્સ પર ખાસ ધ્યાન આપવુ જોઈએ?

જવાબઃ તમે યુનિવર્સિટિ દ્વારા અપાતી પોલિસી લઈ શકો છો.