ટૅક્સ પ્લાનિંગઃ મુકેશ પટેલ સાથે કરવેરા આયોજન

લાંબા ગાળાના મૂડી નફામાં કરપાત્ર મૂડી નફો ઉભો થતો હોય. તેના અંગે ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝન આપને ખ્યાલ હશે.
ના રોજ પ્રકાશિત Sat, 22, 2015 પર 13:20  |  સ્ત્રોત : Moneycontrol.com

કરવેરા અંગે નિવારણ -
લાંબા ગાળાના મૂડી નફામાં કરપાત્ર મૂડી નફો ઉભો થતો હોય. તેના અંગે ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝન આપને ખ્યાલ હશે. ચાલુ નાણાંકીય વર્ષ માટેની ઇન્ડેક્સ કોસ્ટ માટેની 1081 આંકડો ધ્યાનમાં રાખવો. જો ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન કરપાત્ર મૂડી નફાની જો આવક થશે તો. તેના માટે ઇન્ડેક્સ કોસ્ટ બેઝ 1081 ધ્યાનમાં લેવાશે.

સવાલઃ ભરત ઝવેરી શેડ્યુલ એફએ હેઠળ વિદેશની મિલકતો તેમજ આવક આવક અંગે દર્શાવવાની માહિતી તેમજ તેમાં ચૂક થાય તો તેની જોગવાઇ શું રહેશે?

જવાબઃ ભારતના આવકવેરાના કાયદા હેઠળ રહીશ અને સામાન્ય રહીશ હોય તો વિશ્વભરની આવક દર્શાવવી જરૂરી છે. ઘણાં કરદાતા ભારત બહારની મિલકત કે આવક દર્શાવતા નથી તેથી વર્ષ 2012-13થી શેડ્યુલ એફએ દાખલ કરવામાં આવ્યું છે.

જો તમારી આવક ન હોય પરંતુ મિલકત હોય જેમાં સ્થાવર મિલકત, બેન્ક એકાઉન્ટ, શેર્સ-સિક્યોરિટી કે કોઇ ટ્રસ્ટના ટ્રસ્ટી હોવ તો તેની વિગત પણ શેડ્યુલ એફએમાં દર્શાવવાની જોગવાઇ છે. બ્લેકમની એક્ટ હેઠળ હવે કડક જોગવાઇ કરવામાં આવી છે. બ્લેકમની એક્ટની કલમ 43 હેઠળ જો પરદેશની આવક કે મિલકતની વિગત સંપૂર્ણ, અધૂરી કે ચૂક થઇ હોય તો તેના ઉપર રૂપિયા 10 લાખનો દંડ થઇ શકે છે.

આ ઉપરાંત 6 મહિનાથી 7 વર્ષ સુધીની સજાની જોગવાઇ પણ કરવામાં આવી છે. વિદેશમાની મિલકત અને આવકની વિસ્તૃત વિગત આપવાની રહેશે જેમાં મિલકત ક્યારે ધારણ કરી, તેની આવક અંગે સુધીની માહિતી આપવાની રહેશે.

સવાલઃ પંકજ ચોથાની દીકરી સિંગાપોરમાં કામ કરે છે અને તેઓ ત્યાં ટેક્સ પણ ભરે છે. તો ભારતમાં પણ તેમની દીકરીને ટેક્સ ભરવાનો આવે કે નહીં?

જવાબઃ નોન રેસિડેન્ટ - એનઆરઇને ભારત બહારની આવક ઉપર કોઇ ટેક્સ ભરવાનો હોતો નથી. શેડ્યુલ એફએ પણ ટેક્સ રેસિડેન્ટ હોય તેમણે ભરવાનું હોય છે જે એનઆરઆઇ હોવ તો કર ભરવાનો હોતો નથી. એનઆરઆઇ કેસમાં આવક જ નહીં પરંતુ મિલકત પણ દર્શાવવાની થતી નથી.

જે કરમુક્ત મર્યાદા છે તેના ઉપર આપની ગ્રોસ આવક એટલે કલમ 80સી હેઠળ કપાત બાદની આવક હોય તો રિટર્ન ભરવું ફરજિયાત છે. જો શેડ્યુલ એફએ અંતર્ગત આવતાં હોય તો આપને આવક ન હોય તો પણ રિટર્ન ભરવું ફરજિયાત છે.

સવાલઃ ફાઇલિંગ દ્વારા આવકવેરા રિટર્ન ભરવું કોના માટે ફરજિયાત છે તે જાણવા માટે અનેક દર્શકોના પ્રશ્નો છે?

જવાબઃ કંપની, ભાગીદારી પેઢી, એલએલપી અને ચેરિટેબલ ટ્રસ્ટ માટે તબક્કાવાર રીતે નાણાંકીય વર્ષ 2015થી ઇ-રિટર્ન ભરવું ફરજિયાત છે. વ્યક્તિગત અને એચયુએફના સંદર્ભમાં રૂપિયા 5 લાખથી ઉપરની રકમની કરપાત્રતામાં ઇ-રિટર્ન ફરજિયાત છે. પરંતુ જો આવકવેરા રિફંડ ક્લેઇમ કરવાનો હોય તો ઇ-ફાઇલિંગ મેન્ડેટરી રહેશે. સુપર સિનિયર સિટિઝન સિવાયના કેસમાં ઉપરોક્ત મર્યાદા લાગુ પડશે.

સવાલઃ પંકજ જોશી તેમના અંગત રહેઠાણના બે ઘર છે તેની આવક તેમણે કેવી રીતે દર્શાવવી જોઇએ?

જવાબઃ મકાન-મિલકત અંતર્ગત મકાન ભાડે ન આપ્યું હોય તો પણ આવકવેરા કાયદા હેઠળ અંગત રહેઠાણના એક કરતાં વધુ મકાન પર ટેક્સ ભરવાનો રહે. એક થી વધારે મકાન તમે ભાડે ન આપ્યું હોય તો પણ કાલ્પનિક ભાડાની આવક ગણીને તેમાંથી નગરપાલિકાનો કર બાદ કરીને 30 ટકાનું સ્ટાન્ડર્ડ ડિડ્કશન ગણતરી કરીને કર ભરવાનો થાય છે.

સવાલઃ દિલાવરસિંહ જાડેજા મકાન બાંધવા માટેની લોન સગા-સંબંધીઓ પાસેથી લીધી છે તો તે સંબંધી શું પુરાવા રાખવા જરૂરી રહેશે?

જવાબઃ લોનના વ્યાજ અને ભરપાઇ અંગેની કર કપાતનો લાભ લેવા માટે ફક્ત નાણાંકીય સંસ્થામાં લોન લેવી જરૂરી નથી પરંતુ અન્ય કોઇ પાસેથી પણ જો લોન લેવામાં આવી હોય તો પણ કર કપાતનો લાભ મળી શકે છે. આ સંદર્ભમાં બે બાબત ધ્યાનમાં રાખવાની છે આ લોન આપ ચેકથી લેશો રોકડમાં લોન લેવી અને આપવી ગુનો બને છે.


લોન આપનાર પાસેથી લખાણ લેજો જેમાં હાઉસિંગ લોન સ્વરૂપે લોન આપવામાં આવી રહી છે અને તેમાં વ્યાજબી વ્યાજનો દર પણ જણાવવો. કલમ 24 હેઠળ ગત નાણાંકીય વર્ષથી સુધારો કરવામાં આવ્યો છે. જેમાં હાઉસિંગ લોનના વ્યાજ ઉપર રૂપિયા 2 લાખ સુધીની કર કપાતનો લાભ મળી શકશે.

સવાલઃ કિશોર ભાનુશાળી બાળકોના શિક્ષણ માટે ટ્યુશન ફી અંગે મળતી આવકવેરા રાહત અંગેની શું જોગવાઇ છે?

જવાબઃ આવકવેરા રિટર્નમાં કલમ 80સી હેઠળ કપાત જે મળવાપાત્ર છે તેમાં કપાતનો લાભ લેવા માટે ટયુશન ફી ચૂકવી હોય તો કપાત તરીકે બાદ મળે છે. પહેલાં રૂપિયા 12 હજાર હોય તો જ કપાતનો લાભ મળતો હવે 80સી હેઠળની મર્યાદામાં રૂપિયા 1.5 લાખ સુધીની ટ્યુશન ફી ઉપર કપાતનો લાભ મળી શકે છે.

સવાલઃ શાંતાબેન મકવાણા ફોર્મ નંબર 26AS શું છે અને તેનો લાભ કેવી રીતે મેળવી શકાય?

જવાબઃ ફોર્મ નંબર 26AS તમારા પાનકાર્ડ નંબર સાથે જોડાયેલ છે. જેમાં આપની સંપૂર્ણ ટેક્સ હિસ્ટ્રી આપતો પોર્ટલ છે. આવક ભૂલી જઇએ તો આવકવેરાનું રિટર્ન ભરવામાં ચૂક ન થાય તેવામાં ફોર્મ નંબર 26AS ના આધારે ટીડીએસના ક્રેડિટનો લાભ લઇ શકો છો. તમારા અગાઉના રિટર્નની કોપી જોઇતી હોય તો પણ ફોર્મ નંબર 26AS ના આધારે મળી શકે છે. આવકવેરા રિટર્ન ફોર્મ નંબર 26AS નો પૂરતો અભ્યાસ અને ચકાસણી કરીને જ ભરજો જેથી રિટર્ન ભરવામાં કોઇ ચૂક ન થાય.