બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજરઃ બૉન્ડ અંગેની વિસ્તૃત માહિતી

ના રોજ પ્રકાશિત Tue, 25, 2015 પર 08:16  |  સ્ત્રોત : Moneycontrol.com

માત્ર આવક જાવકનો હિસાબ-કિતાબ રાખવો એટલે આર્થિક આયોજન થઈ ગયું એવું નથી. પર્સનલ ફાઈનાન્સ કે વ્યક્તિગત નાણાંકીય આયોજન આ શબ્દની વ્યાખ્યા ઘણી વિશાળ છે. જેમાં બચત, રોકાણ અને વળતર જેવી બાબતો ઉપરાંત આપની અને આપણા નાણાંની સુરક્ષાની વાતો પણ સમાવેશ થાય છે. અને આજે આપણે વાત કરીશું બોન્ડની સમજ અને એના પ્રકાર, કઈ રીતે કરવું રોકાણ, કેટલું સુરક્ષિત અને ફાયદાકારક છે. આપણે જ્યારે રોકાણ કરીએ ત્યારે બહુ બધા વિકલ્પ સામે આવતા હોય છે જેમકે એફડી, આરડી, પબ્લિક પ્રોવિડન્ડ ફંડ અને મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં રોકાણ કરતાં હોઈએ છીએ તો શું બોન્ડમાં પણ આપણે નાણાં રોકી શકીએ. તમામ માહિતી પર ચર્ચા કરવા હાજર છે. સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.

ગૌરવ મશરૂવાલાનું કહેવું છે કે બૉન્ડ એટલે એવું રોકાણ કે જ્યાં નિયત સમયે વ્યાજ મળે. બૉન્ડનો સમયગાળો પુરો થતાં નાણાં પાછા મળે છે. એફડીએ ટ્રાન્સફરેબલ છે જ્યારે બૉન્ડ નોન ટ્રાન્સફરેબલ છે. બૉન્ડ અને ડિબેન્ચર લગભગ એક જ પ્રકારના રોકાણ છે. બૉન્ડના અમુક પ્રકાર પણ છે. ભારતમાં સરકાર પણ બૉન્ડ ઈશ્યુ કરે છે. ટેક્સ ફ્રિ બૉન્ડમાં આવક બાદની રકમનું વ્યાજ ટેક્સ ફ્રિ હોય છે.

ગૌરવ મશરૂવાલાના મતે કલમ 54ઈસીમાં રોકાણનું વ્યાજ બાદ મળે છે. બૉન્ડમાં રોકાણ લાંબાગાળાના ધ્યેયથી રાખવું. બૉન્ડ જે ટેક્સ ફ્રિ ન હોય તેમા વ્યાજની રકમ પર ટેક્સ લાગે છે. બૉન્ડ સામાન્ય રીતે વહેંચી શકાય છે. બૉન્ડના ભાવમાં બજારના ભાવ પ્રમાણે ફેરફાર આવે છે. બૉન્ડ જ્યાં સુધી વહેંચાય નહીં ત્યા સુધી રાહ જોવી પડે છે. સામાન્યરીતે વ્યાજ દર ઘટે તો બૉન્ડના ભાવ વધે છે. બૉન્ડ ડિમેટ સ્વરૂપમાં જ લેવા જોઈએ.

ગૌરવ મશરૂવાલાના મુજબ નવા બૉન્ડ આવતા વ્યાજનો દર ઘટે તો જૂના ધારકોને ફાયદો થાય છે. ફૂગાવો વધે તો વ્યાજના દર વધે છે. બૉન્ડમાં રોકાણ ત્યારે કરાય જ્યારે નાણાંની જરૂરત ન હોય અને વ્યાજદર ઘટેલા હોય છે. જ્યારે નાણાંની જરૂરત ન હોય અને વ્યાજર વધારે હોય ત્યારે બૉન્ડમાં રોકી શકાય છે. ગોલ્ડ બૉન્ડ પહેલા આવતા હતા. હાલમાં આવા બૉન્ડ માર્કેટમાં નથી આવ્યા. બૉન્ડમાં રોકાણ કરતાં પહેલા રેટિંગ ચકાસવું.